ભાજપના નેતાઓ ભાન ભૂલ્યા, સભામાં માસ્ક વિના કાર્યકરો ઉમટયા

0
75

– મંદિરોનાં દ્વારો બંધ કરાયાં પણ ચૂંટણીસભા યોજાઇ

– ધારીમાં કેન્દ્રીય મંત્રીની હાજરીમાં ભાજપના કાર્યકરોએ માસ્ક-સોશિયલ ડિસ્ટન્સના નિયમોનો સરેઆમ ભંગ કર્યો

નલિયામાં બે મંત્રીની ઉપસ્થિતિમાં યોજાયેલી જાહેરસભામાં ભાજપના કાર્યકરોની ભીડ ઉમટી,કોઇએ ટોક્યા ય નહીં  

પેટાચૂંટણીના પ્રચારનો પ્રારંભ થતાં ગુજરાતમાં રાજકીય માહોલ ગરમાયો છે. કોરોનાનુ સંક્રમણ વધશે તેવી દહેશત ખુદ રાજ્ય સરકાર જ વ્યક્ત કરી રહી છે ત્યારે જ ભાજપના નેતા-કાર્યકરો કોવિડની ગાઇડલાઇનનુ ં પાલન કરવા તૈયાર નથી. કોરોનાને કારણે કચ્છમાં માતાના મઢના મંદિરના દ્વાર બંધ કરી દેવાયાં છે જયારે આ જ કચ્છમાં ભાજપના ઉમેદવારની જાહેર સભા યોજાઇ હતી જેમાં કાર્યકરોની મોટી ભીડ એકત્ર કરાઇ હતી. ચૂંટણીસભામાં માસ્ક વિના અને સોશિયલ ડિસટન્સના નિયમોને તો જાણે અભિરાઇએ ચડાવાયા હતાં. 

કચ્છના નલિયામાં મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને મંત્રી વાસણ આહિરની ઉપસિૃથતીમાં ભાજપ વિજય વિશ્વાસ સંમેલન યોજ્યુ હતુ જેમા 500થી વધુ કાર્યકરોની ભીડ ઉમટી હતી. નવાઇની વાત તો એ હતીકે, કેટલાંય કાર્યકરોએ માસ્ક સુધૃધાં પહેરવાનુ ટાળ્યુ હતું કયાંય સેનેટાઇઝરની સુવિધા ન હતી . એટલુ જ નહીં, સોશિયલ ડિસટન્સના નિયમોના તો રીતસર ધજાગરા ઉડયા હતાં.

એક બાજુ,કોરોનાના સંક્રમણ ન વધે તે માટે દો ગજ દુરીની સુફિયાણી સલાહ આપવામાં આવે છે ત્યારે ભાજપના નેતા-કાર્યકરો જ નિયમો પાળતા નથી તેવુ સ્પષ્ટ જોવા મળ્યુ હતું. ચૂંટણીપંચે પણ જાહેરસભામાં 100થી વધુ કાર્યકરોને એકઠા ન થવા આદેશ કર્યો છે તેમ છતાંય કાર્યકરોની મોટી ભીડ અકઠી થઇ રહી છે આમ,પેટાચૂંટણીમાં નિયમોનો સરેઆમ ભંગ થઇ રહ્યો છે. ભાજપના નેતાઓ-કાર્યકરો હાઇકોર્ટના આદેશને ય ઘોળીને પી ગયા હોય તેવુ લાગી રહ્યુ હતુ.

ધારીમાં કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલાની વિેશેષ હાજરીમાં ભાજપના પક્ષપલટુ ઉમેદવાર જે.વી.કાકડિયાએ ફોમ ભર્યુ હતું તે વખતે ય કાર્યકરોએ સોશિયલ ડિસટન્સ જાળવ્યુ ન હતું. ઉમેદવાર પત્ર ભરતા અગાઉ યોજાયેલી સભામાં ય સોશિયલ ડિસટન્સ જાળવાયુ ન હતુ જેના કારણે મંત્રી રૂપાલાએ કાર્યકરોને ટોકવા પડયા હતાં. ડાંગમાં ભાજપના ઉમેદવાર વિજય પટેલ સહિત કાર્યકરોએ કોવિડ-19ની માર્ગદર્શિકાના નિયમોને અભિરાઇ ચડાવી દીધા હતાં જે જોઇ આમજનતામાં રોષ ભભૂક્યો છે. 

કરજણમાં ભાજપના ઉમેદવાર અક્ષય પટેલે નારાજ સતિષ નિશાળિયાને સાથે રાખીને ફોર્મ ભર્યુ હતું .તે વખતે ય કાર્યકરોની ભીડ રહી હતી. આમ,આમજનતા નિયમનો ભંગ કરે તો પોલીસ દંડ ફટકારે છે પણ કોરોનાને લીધે ગરબા ન યોજવા જોઇએ તેવી સલાહ આપતાં ભાજપના નેતા-કાર્યકરો જાહેરમાં નિયમોને ભંગ કરે છે તેમ છતાંય સૃથાનિક તંત્ર-પોલીસ મૂકપ્રેક્ષક બની રહી છે. 

રાજકોટ લોધિકા સંઘની ચૂંટણી વખતે ભાજપના નેતાઓએ માસ્ક વિના ફોટા પડાવ્યાં

કોરોનાના કહેર વચ્ચે રાજકોટ લોિધકા સંઘની ચૂંટણી વખતે રીતસર લોકોના ટોળા ઉમટયા હતા. ચૂંટણી વખતે ભાજપના નેતાઓએ માસ્ક વિના તસ્વીરો પડાવી હતી. આ ઉપરાંત સોશિયલ ડિસટન્સ જાળવવાનુ ભૂલ્યા હતાં. ગઇકાલે રાજકોટ ડેરીની ચૂંટણી વખતે ય કંઇક આવા જ દ્રશ્યો જોવા મળ્યાં હતાં. ચૂંટણી વખતે પોલીસની હાજરી પણ હતી પણ નેતા-કાર્યકરો પાસે દંડ વસૂલ્યો ન હતો બલ્કે તમાશો નિહાળ્યો હતો. આમ, ભાજપના નેતાઓ હવે એવુ સમજી બેઠા છેકે, નિયમો માત્ર આમજનતા માટે જ છે.ભાજપના નેતા-કાર્યકરોને પોલીસ-તંત્ર કંઇ કરી શકે નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here