ભારતના એન્ડ્રોઈડ ટીવીમાં મોનોપોલીના પ્રયાસ બદલ ગૂગલ સામે કેસ દાખલ

  0
  29

  – હરિફો એન્ડ્રોઈડ ઓપરેટિંગમાં ફેરફાર ન કરી શકે એવી શરત

  – 2019માં ભારતમાં 80 લાખ સ્માર્ટ ટીવી વેચાયા હતા ગૂગલને 2018માં 1.36 અબજનો દંડ થયો હતો

  મોનોપોલી સ્થાપવાના ગરબડભર્યા પ્રયાસ બદલ ભારતમાં ગૂગલ સામેે કેસ થયો છે. ગૂગલની માલિકીની એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ ધરાવતા વિવિધ ટીવી માર્કેટમાં ઉપલબ્ધ છે. ઈન્ટરનેટ કનેક્ટ થઈ શકતા હોવાથી આવા ટીવી સ્માર્ટ ટીવી નામેે ઓળખાય છે. 

  ગૂગલે એવી ગરબડ કરી છે કે અન્ય કંપની એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમમાં ફેરફાર ન કરી શકે. જો ફેરફાર ન કરી શકે તો પછી એમેઝોન જેવી સ્માર્ટ ટીવી બનાવતી-વેચતી હરિફ કંપનીઓ ગૂગલ કરતા સસ્તું ટીવી ન આપી શકે કે ન હરિફાઈ પુરી પાડી શકે. આ પ્રકારની પ્રેક્ટિસ એન્ટી-ટ્રસ્ટ નામે ઓળખાય છે. વિશ્વાસ ભંગ કરનારો એટલે કે એન્ટી-ટ્રસ્ટ અંગેનો ગૂગલ પર ભારતમાં થયેલો ચોથો કેસ છે.

  હાલ આ કેસ કમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા (સીસીઆઈ) પાસે પહોંચ્યો છે અને તેની ઊંડાણપૂર્વક તપાસ થઈ રહી છે. લોકો હવે સ્માર્ટ ટીવી ખરીદતા થયા છે. મોબાઈલની માફક જ એન્ડ્રોઈડ આધારિત ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલતા હોય 80 લાખ ટીવી 2019માં ભારતમાં વેચાયા હતા.

  ગૂગલનો પ્રયાસ એવો છે કે હરિફ કંપનીઓ ગૂગલની ઈચ્છા મુજબની જ એન્ડ્રોઈડ આધારિત ઓપરેટિંગ સિસ્ટમ ટીવીમાં આપે. ગૂગલના આ પ્રયાસો વેપારના નિયમ વિરૂદ્ધના છે. સર્ચમાં રિઝલ્ટમાં ભેદભાવ બદલ પણ ગૂગલને ભારતે 2018માં 1.36 અબજ રૂપિયાનો દંડ કર્યો હતો. ભારત ઉપરાંત અમેરિકા સહિત અનેક દેશોમાં ગૂગલ સામે એન્ટી-ટ્રસ્ટના અનેક કેસ ચાલે છે.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here