ભારતીય મૂળ (Indian Origin)ના બે અમેરિકન સાંસદોએ રાજ્ય વિધાનસભામાં ચૂંટાઇને ઇતિહાસ રચ્યો છે. જેનિફર રાજકુમાર (Jenifer Rajkumar) નું કહેવું છે કે આગામી વર્ષોમાં ભારતીય મૂળના અમેરિકન નાગરિક ચૂંટણી લડશે અને જીતશે. 38 વર્ષના જેનિફર રાજકુમાર ભારતીય મૂળના પહેલાં અમેરિકન મહિલા છે જે ન્યૂયોર્ક (NewYork) રાજ્ય વિધાનસભા માટે પસંદ કરાયા છે.
જેનિફર ભારતીય મૂળના પહેલાં અમેરિકન મહિલા છે જે કોઇપણ રાજ્યની વિધાનસભા માટે પસંદગી કરાઇ છે. તેમણે કહ્યું કે લાંબા સમય બાદ આપણા સમુદાયે આવું કર્યું છે અને હું જાણું છું કે આમ કરનાર હું અંતિમ ઉમેદવાર નથી. ન્યૂયોર્કના ક્વીન્સ ક્ષેત્રના ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર રાજકુમારે 68 ટકા વોટની સાથે જીત પ્રાપ્ત કરી. સ્ટેનફોર્ડ લૉ સ્કૂલના સ્નાતક રાજકુમાર પહેલાં ન્યૂયોર્કના ગવર્નર અંડ્રયૂ ક્યોમોની સાથે કામ કરી ચૂકયા છે.
ઓહાયોના ઇતિહાસમાં ભારતીય મૂળના પહેલાં સેનેટર
તો રાજકુમારે 3.1 કરોડ ડોલરના કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરી, જેમાં નક્કી કરાયું કે જે અપ્રવાસીઓની કાયદા સુધી પહોંચ નથી તેમને પ્રતિનિધિત્વ પ્રાપ્ત થાય. તેમણે કહ્યું કે આમ કરીને હું ખૂબ જ ગૌરવાન્વિત થયો. રિપબ્લિકન પાર્ટીના નીરજ અંટની પણ ભારતીય મૂળના પહેલાં અમેરિકન નાગરિક છે, જે ઓહાયો રાજ્ય સેનેટ માટે પસંદ કરાયા.
તેમણે કહ્યું કે ત્રણ નવેમ્બરના રોજ તેમણે ઓહાયોના ઇતિહાસમાં ભારતીય મૂળના પહેલાં સેનેટર બનવાની તક મળે. વાસ્તવમાં આ ખાસ અવસર છે. ભારતીય મૂળના અમેરિકન ઉમેદવાર કેટલીય અડચણોને પાર કરી રહ્યા છે અને ચૂંટણીમાં જીતી રહ્યા છે. તેનો હિસ્સો બનવાનો મને ખાસ અવસર પ્રાપ્ત થયો. ભારતીય પ્રવાસીઓના બિન સરકારી સંગઠન ‘ઇન્ડિયાસપોરા’ની તરફથી ચૂંટણી બાદ આયોજીત ડિજીટલ રાજકીય વિશ્લેષ્ણ દરમ્યાન એન્ટની એ આ વાતો કહી.