ભારતીય શેરબજાર માટે આજે ઐતિહાસિક દિવસ, સેન્સેક્સ અને નિફ્ટી બંને રેકોર્ડબ્રેક સપાટી પર

0
43


ભારતીય શેરબજાર (Stock Market) માટે આજે ઐતિહાસિક દિવસ છે. શેરબજારમાં દિવાળી (Diwali) પહેલા જ રોકાણકારો માટે દિવાળી આવી ગઈ છે. જી હાં આજે શેબરજારમાં સેન્સેક્સે (Sensex) નવો રેકોર્ડ બનાવ્યો છે. શેરબજાર ખુલતાની સાથે 42426 પર પહોંચ્યો હતો. આ પહેલા ક્યારેય આટલી માટી સપાટી જોવા મળી નથી. તો બીજી તરફ નિફ્ટી (Nifty) પણ રેકોર્ડ તોડી 12430 પર પહોંચી ગયો હતો. વિદેશી બજારોમાં વધારાથી ભારતીય બજારમાં અસર જોવા મળી રહી છે.

આજે અઠવાડિયાના પહેલા બિઝનેસ દિવસે એટલે કે સોમવારે શેર બજાર વધારા સાથે ખુલ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેંજના પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 503.99 પોઈન્ટ સાથે 42393.99ના સ્તરે ખુલ્યો હતો. જ્યારે નિફ્ટીની શરૂઆત 135.85 પોઈન્ટના વધારા સાથે 12399.40 પર થઈ હતી.

વર્ષ 2020માં થયેલી સંપૂર્ણ નુકસાનીની ભરપાઈ કરી લીધી છે. જાન્યુઆરી 2020ના રોજ 41,306.02 પર બંધ થય હતો. જાણકારોના મત મુજબ આગળ હવે બજારમાં ઉતાર ચઢાવ શરૂ રહેશે. એટલે માટે રોકાણકારોએ સાવધાની રાખવી જરૂરી છે. ગયા અઠવાડિયે બીએસઈના 30 શેર વાળા સેન્સેક્સ 2,278.99 પોઈન્ટ એટલે કે 5.75 ટકાના લાભમાં રહ્યો હતો.

મોટા શેરોની વાત કરીએ થો આજે વિપ્રો, ઈંફોસિસ, એચસીએલ ટેક, બ્રિટાનિયા અને શ્રી સીમેંટની શરૂઆત વધારા સાથે થઈ હતી. જ્યારે જેએસડબલ્યું સ્ટીલ, ટાટા સ્ટીલ, એસબીઆઈ અને એસબીઆઈ લાઈફના શેર લાલ નિશાન પર ખુલ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here