ભારતીય સેનાના સામે જ PM મોદીએ ચીનને સ્પષ્ટ સંદેશ આપતા ગણાવ્યું ‘માનસિક વિકૃત’

    0
    9

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ આ વર્ષે દિવાળીના પ્રસંગે (Diwali Celebration) રાજસ્થાન (Rajasthan)ના લોંગોવાલા (Longowala)માં સૈનિકો (Indian Soldiers)વચ્ચે છે. તેમણે ભારતીય સેના (Indian Army)ના બહાદુર જવાનોને દિવાળીની શુભેચ્છા આપતા કહ્યું હતું કે, તમે ભલે બર્ફિલા પહાડો પર રહો કે પછી રણમાં, મારી દિવાળી તો તમારી વચ્ચે આવતા જ પુરી થાય છે. અહીંથી તેમણે અવળચંડા ચીન (China)ને સ્પષ્ટ સંદેશ આપી દીધો હતો.

    પીએમ મોદીએ સૈનિકો (PM Modi With Army Soldiers) એ કહ્યું હતું કે, જ્યારે તમારા ચહેરાની રોનક જોવુ છું, તમારા ચહેરા પર ખુશી જોવું છું તો મારી ખુશી પણ બેવડાઈ જાય છે. ચીન પર પ્રહાર કરતા વડાપ્રધાને (PM Modi) કહ્યું હતું કે, વિસ્તારવાદ એક પ્રકારની માનસિક વિકૃતિ છે અને અઢારમી શાદીની વિચારધારા છે.

    વિસ્તારવાદી તાકતોના બહાને ચીન પર પ્રહાર

    પીએમ મોદીએ ચીનનું નામ લીધા વગર જ તેની વિસ્તારવાદી વિચારધારા પર આકરા પ્રહાર કર્યા હતાં. પીએમ મોદીએ કહ્યું હતું કે, આજે દુનિયા આખી વિસ્તારવાદી તાકાતોથી હેરાન પરેશાન છે. વિસ્તારવાદ એક રીતે માનસિક વિકૃતિ છે અને અઢારમી સદીની વિચારધારા દર્શાવે છે. આ વિચારધારા વિરૂદ્ધ પણ ભારત પ્રખર અવાજ બન્યું છે.

    વડાપ્રધાને ડ્રેગન પર આકરા પ્રહારો યથાવત રાખતા કહ્યું હતું કે, આજે દુનિયા જાણી ગઈ છે, સમજી ગઈ છે કે આ દેશ પોતાના હિતોને લઈ કોઈ પણ કિંમતે એક ઈંચ પણ સમજુતી નહીં કરે. ભારતનો આ રૂતબો, આ કદ તમારી શક્તિ અને તમારા પરાક્રમના કારણે જ છે. તમે દેશને સુરક્ષીત કર્યો છે માટે જ આજે ભારત વૈશ્વિક મંચો પર પોતાની વાત એકદમ પ્રખરતાથી રાખે છે.

    પીએમ મોદીએ આગળ ઉમેર્યું હતું કે, દુનિયાના ઈતિહાસ આપણને દર્શાવે છે કે, માત્ર એ રાષ્ટ્ર જ સુરક્ષીત રહે છે, એ દેશ આગળ વછે છે જેની અંદર આક્રાંતાઓનો મુકાબલો કરવાની ક્ષમતા હતી. પછી ભલે  આંતરરાષ્ટ્રીય સહયોગ કેટલો આગળ કેમ ના વધી ગયો હોય, સમીકરણો પણ કેટલા આગળ કેમ ના વધી ગયા હોય, પણ અમે એ વાત ક્યારેય ના ભૂલવી જોઈએ કે સતર્કતા જ સુરક્ષાની રાહ છે. સજાગતા જ સુખ-ચેનનો આધાર છે. સામર્થ્ય જ વિજયનો વિશ્વાસ છે. સક્ષમતાથી જ શાંતિનો પુરસ્કાર છે.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here