ભારતે કર્યું સુપરસોનિક મિસાઈલ SMARTનું સફળ પરિક્ષણ, યુદ્ધ જહાજોની તાકાતમાં થયો વધારો

0
74

ભારતના વૈજ્ઞાનિકો સતત દેશની શક્તિ અને ટેકનોલોજીને મજબૂત કરવા પર ભાર આપી રહ્યા છે. આ કડીમાં સોમવારે સુપરસોનિક મિસાઈલ અસિસ્ટેન્ડ ઓફ ટોરપિડો (SMART)નું સફળ પરીક્ષણ કર્યું. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) એ ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારમાં તેનું સફળ પરીક્ષણ કર્યું હતું.

યુદ્ધ જહાજોમાં સ્ટેન્ડ ઓફ ક્ષમતામાં વધારો કરવામાં મદદ મળશે

આ સ્માર્ટ દ્વારા યુદ્ધ જહાજોમાં સ્ટેન્ડ ઓફ ક્ષમતામાં વધારો કરવામાં મદદ મળશે. પરિક્ષણ દરમિયાન તેની રેન્જ, એલ્ટીટ્યૂડ, ટોરપીડોને છોડવાની ક્ષમતા અને VRM પર સ્થાપિત કરવાની ક્ષમતા વગેરે બાબતોએ યોગ્ય રીતે કામ કર્યું, આ જ કારણ છે કે રક્ષા મંત્રાલયે તેને સફળ પરિક્ષણ ગણાવ્યું છે.

ટોર્પિડો સિસ્ટમનું હળવું સંસ્કરણ યુદ્ધ જહાજો પર ગોઠવવામાં આવશે

સ્માર્ટ મિસાઇલ મુખ્યત્વે ટોર્પિડો સિસ્ટમનું હળવું સંસ્કરણ (સ્વરૂપ) છે, જે યુદ્ધ જહાજો પર ગોઠવવામાં આવશે. તેની તૈયારી માટે હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ સહિત અન્ય શહેરોમાં ડીઆરડીઓની લેબ્સમાં કામ કરવામાં આવી રહ્યું છે.

સફળ પરીક્ષણ પર સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે પણ અભિનંદન આપ્યા

ડીઆરડીઓના આ સફળ પરીક્ષણ પર સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે પણ અભિનંદન આપ્યા છે. સંરક્ષણ પ્રધાને લખ્યું છે કે ડીઆરડીઓએ આજે ​​સ્માર્ટનું સફળ પરીક્ષણ કર્યું છે. સબમરીન વિરોધી યુદ્ધની ક્ષમતામાં વધારો કરવાના સંદર્ભમાં આ મહત્વપૂર્ણ ક્ષણ છે. આ પ્રસંગે હું ડીઆરડીઓ અને અન્ય ટીમને અભિનંદન આપું છું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here