મધ્ય પ્રદેશમાં શિવરાજ સિંહની સરકાર સુરક્ષીત-કમલનાથ ઉંધા માથે! ‘મહારાજ’નું કદ વધશે

0
33

મધ્ય પ્રદેશમાં યોજાયેલી 28 બેઠકો પરની પેટાચૂંટણીના પરિણામો સામે આવી રહ્યાં છે. જેમાં ભાજપ બાજી મારી રહ્યું છે. રાજ્યમાં શિવરાજ સિંહ ચૌહાણની સરકાર સુરક્ષીત સ્થિતિમાં આવી ગઈ છે જ્યારે કમલનાથના સપના ધુળધાણી થત દેખાઈ રહ્યાં છે.

11 વાગ્યા સુધીના રૂઝાન પ્રમાણે ભાજપ 18 બેઠકો પર આગળ ચાલી રહી છે. જ્યારે કોંગ્રેસ માત્ર 8 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. ભાજપને સરકાર બનાવવા માટે માત્ર 8 જ બેઠકોની જરૂર છે. સાથે જ મધ્ય પ્રદેશમાં તમામ એક્ઝિટ પોલ્સ પણ ખોટા પડતા દેખાઈ રહ્યાં છે.

મધ્ય પ્રદેશ વિધાનસાભાની પેટાચૂંટણીમાં સૌકોઈની નજર કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા પર ટકી છે. સિંધિયા માટે આ પેટાચૂંટણી લિટમસટેસ્ટ હતાં. મધ્ય પ્રદેશમાં ભાજપને મળનારી બેઠકો પર સિંધિયાનું રાજકીય ભાવિ નિશ્ચિત થવાનું હતું. હાલના ચિત્ર પ્રમાણે સિંધિયા ‘મહારાજ’ પરિક્ષામાં સફળ થતા દેખાઈ રહ્યાં છે. ઇંધિયાના સમર્થક તુલસી સિલાવટ. ગોવિંદ સિંહ રાજપૂત, પ્રભુ રામ ચૌધરી, પ્રધ્યુમન સિંહ તોમર, ઈમારતી દેવી, મુન્નાલાલ ગોયલ, રાજ્યવર્ધન સિંહ દત્તીગાંવ આગળ ચાલી રહ્યાં છે.

શું છે મધ્ય પ્રદેશ વિધાનસભાનું ગણિત

મધ્ય પ્રદેશ વિધાનસભાની કુલ 230 બેઠકો છે. તાજેતરમાં દમોહથી ધારસભ્ય રાહુલ સિંહના રાજીનામા બાદ હવે બહુમત સાબિત કરવા માટે 229 બેઠકો રહી જશે. તે હિસાબે સરકાર બનાવવા માટે 115નો આંકડો જરૂરી બનશે. હાલ ભાજપ પાસે 107 ધારાસભ્યો છે જ્યારે કોંગ્રેસ પાસે 87. આમ ભાજપને સરકાર બનાવવા માટે માત્ર 8 જ બેઠકોની જરૂર હતી, પરંતુ વર્તમાન સ્થિતિ પ્રમાણે 127 બેટકોએ આંકડો પહોંચી રહ્યો છે. આમ રાજ્યમાં ફરી એકવાર શિવરાજ સિંહ મજબુત થયા છે. જ્યારે કમલનાથના ફરી મુખ્યમંત્રી બનવાના સપનાઓ રોળાઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here