મનની દ્વિધા અને હૃદયની ભાવનાના સંઘર્ષમાં ભીતરની ભક્તિનો વિજય થયો !

    0
    17

    આકાશની ઓળખ – કુમારપાળ દેસાઈ

    – રાજપુત્ર ભરતના મનમાં એક ભીતિનો સંચાર થાય છે. પોતાને કારણે રામને આવો વનવાસ વેઠવો પડયો અને પિતાને દેહ ત્યજવો પડયો. આવા ભરતને કોણ આવકારે ? અતીતનો ભય અનુભવતો ભરત આ સમયે રામ, લક્ષ્મણ અને સીતા શું કહેશે, એનો વિચાર કરતાં કરતાં છેક અંતિમ છેડા સુધી પહોંચી જાય છે.

    હિ માલય સમા અતિ પાવન ચિત્રકૂટ પર્વતના શિખર પર આવેલી વિવિધ પર્ણાેથી આચ્છાદિત પર્ણકુટીની  પાછલા ભાગમાં ભરત આતુર આંખે અને ઊંડી વિમાસણ સાથે ઊભા રહ્યા. શત્રુઘ્ન, મંત્રી સુમંત્ર અને નિષાદરાજ ગુહ પણ એની સાથે હતા.

    આ સમયે ભરત તીવ્ર વેદના અને મનમાં વલોવનારી વ્યથાનો અનુભવ કરે છે. વેદના એની છે કે અયોધ્યાથી નીકળ્યા પછી ક્ષણેક્ષણ જેમના મિલનની પ્રબળ ઝંખના સેવી હતી, એ સાવ સમીપ છે છતાં પગ થંભી ગયા છે ! હૃદયમાં જયેષ્ઠ બંધુ પ્રત્યે અગાધ પ્રેમ હોવા છતાં ભરત આગળ ડગ માંડી શકતા નથી. મનમાં એક વ્યથા એમને ઘેરી વળી છે. વ્યથાને સદાય ભૂતકાળ સાથે સંબંધ હોય છે અને વિચારે છે કે રામની પાસે જવું કઈ રીતે ? પોતાને લીધે પારાવાર દુ:ખો સહન કરનાર અને ઘોર અરણ્યમાં વસનાર બંધુની સામે આંખ માંડવી કઈ રીતે ? શરમના ભારથી હૈયું એટલું લદાયેલું હતુું કે રામનું મુખદર્શન મૂંઝવણરૂપ લાગતું  હતું. કાલિદાસે કહ્યું છે તેમ ‘અતિ પ્રેમ પાપશંકી હોય છે’, એમ ભરતના આ ભ્રાતૃપ્રેમને મનમાં શંકા જાગે છે કે કદાચ હું સન્મુખ જાઉં અને મારા રામ મારાથી વિમુખ થઈ જાય  તો ?

    ભરતના મનમાં ચાલતી ગડમથલો વિશે ગોસ્વામી તુલસીદાસજી ‘રામચરિતમાનસ’માં કહે છે.

    ‘સમુઝિ માતુ કરતબ સુહચાહીં, કુતરક કોટિ મન માહી,

    રામુ લખનું સિયે સુનિ મમ નાઊં, ઊઠિ જનિ અનત જાહિં તજિ ઠાઉં.’

    અર્થાત્ માતા કૈકેયીની કરણીનો વિચાર કરતાં ભરત સંકોચ પામે છે અને મનમાં કરોડો કુતર્કો કરે છે કે, ‘શ્રીરામ, લક્ષ્મણ અને સીતાજી મારું નામ સાંભળીને આ સ્થાન પરથી ઊઠીને બીજે સ્થળે નહીં ચાલ્યા જાય ને !’

    રાજપુત્ર ભરતના મનમાં એક ભીતિનો સંચાર થાય છે. પોતાને કારણે રામને આવો વનવાસ વેઠવો પડયો અને પિતાને દેહ ત્યજવો પડયો. આવા ભરતને કોણ આવકારે ? અતીતનો ભય અનુભવતો ભરત આ સમયે રામ, લક્ષ્મણ અને સીતા શું કહેશે, એનો વિચાર કરતાં કરતાં છેક અંતિમ છેડા સુધી પહોંચી જાય છે. ભય સદાય માનવીને અંતિમ છેડો બતાવતો હોય છે. એ રીતે ભરતના મનમાં એવો ભય જાગે છે કે જેમના અસહ્ય વિયોગને સહન કરનારા અને મિલનને બદલે જાકારો મળશે તો શું ? આવો જાકારો મળ્યા પછી જીવન જીવવા જેવું રહેશે ખરું ? કદાચ એ મને કૈકેયીનાં ‘ભરત કૈકેયીને માતા કહેતો નથી’ વચનોની પાછળ ભંભેરણી કરનાર મુખ્ય કારણરૂપ તો માનતા નહીં હોય ને ! મને આટલો બધો પતિત તો ધારતા નહીં હોય ને ! પણ ત્યાં હૃદયમાં બેઠેલી શ્રદ્ધા ભરતને કહે છે કે જે પતિતપાવન છે, તે તને માફ કરી દેશે. જે મહાપાપોને ક્ષમા આપે છે, તે મારા અવગુણોને જરૂર ક્ષમા આપશે. ક્ષમાને ક્યાં કોઈ સીમા હોય છે ! આથી પોતાને વિશે કરેલા સઘળા વિચારો ભૂલીને રામ મારો આદર જ કરશે. મનની દ્વિધા અને હૃદયની લાગણી વચ્ચેના આ સંઘર્ષમાં અંતે ભક્તિનો વિજય થાય છે.

    પર્ણકુટીનું આ ધામ તો પરમ આનંદરૂપ છે. આવા આનંદરૂપ ધામમાં તો શોક આવી શકે નહીં અને દુ:ખ પજવી શકે નહીં. ક્ષમાની વસંત સદા મહોરેલી હોય, ત્યાં વળી વ્યથા અને વેદના ક્યાં ? ભરતની દૃષ્ટિ શાલ, તાડ અને અશ્વકર્ણ જેવાં વૃક્ષોનાં સૂકા પાંદડાઓથી બનાવેલી મનોહર પર્ણકુટી પર પડી. એ પર્ણકુટીના એક સ્થાને ઈન્દ્રના આયુધ સમા મોટાં ધનુષ્ય શોભી રહ્યાં હતાં. એના ઈશાન ખૂણામાં દૈદિપ્યમાન અગ્નિવાળી એક પવિત્ર વેદિકા (યજ્ઞાશાળા) હતી અને તે વેદિક પાસે સીતા અને લક્ષ્મણની સાથે રામ બેઠા હતા. મસ્તક પર જટા, શરીર પર કૃષ્ણ મૃગચર્મ અને વલ્કલ વસ્ત્રને ધારણ કરનારા રામ મને મલિન મનવાળો જાણીને ત્યજી તો નહીં દે ને !

    અંતે ભરત વિચારે છે કે એ અનાદર કરે કે પછી મારું સન્માન કરે, પણ મારે મન તો એમનું શરણ એ જ સર્વસ્વ છે અને જ્યાં શરણાગતિ હોય, ત્યાં પછી બીજી ગતિ શઈ ? બીજી સ્થિતિ કઈ ? શંકા કે દ્વિધા ક્યાં ?

    આમ વિચારીને ભરત રામસન્મુખ જવાનો વિચાર કરે છે અને આ વિચાર સાથે જ મનમાંથી સઘળી દુવિધાઓ શાંત થઈ જાય છે. ભૂતકાળનો સઘળો બોજ મન પરથી ઊતરી જાય છે અને નિસ્પૃહી ભરત નિર્મળભાવે પતિતપાવનની શરણાગતિ સ્વીકારે છે. શરણ ભાવની ભીતરમાં ભરતી થતાં અન્ય સઘળાં ભાવો વિલીન થઈ જાય છે. દેહ અને દેહમાં ચાલતી દુનિયા ભૂલાઈ જાય છે અને દેહાતીત દશાનો અનુભવ થાય છે. અને ગોસ્વામી તુલસીદાસજી કહે છે તેમ, ‘કહત પ્રીતિ સારદ સકુચાઈ’ આ પ્રેમનું વર્ણન કરતાં સરસ્વતી પણ સંકોચાય છે.’

    હર્ષ કે શોક, સુખ અને દુ:ખ  સઘળું વિસરાઈ જાય છે અને ભરત મનોમન બોલે છે, ‘ઓહ ! મારે કારણે અયોધ્યાના રાજસિંહાસનને બદલે નિર્જન અરણ્યમાં વસી રહ્યા છે. રામમુગુટ ધારણ કરવાને બદલે અસહૃા જટાભાર સહન કરી રહ્યા છે. ઋત્વિજો દ્વારા શાસ્ત્રોક્ત યજ્ઞાો કરી ધર્મ સંપાદન કરવાને બદલે પારાવાર પ્રતિકૂળતાઓ વચ્ચે ધર્મપાલન કરી રહ્યા છે. મારે કારણે આટલું બધું કષ્ટ પડયું. આ જગત મને નિર્દયી માને છે અને સાચે જ મારા નિંદનીય જીવનને ધિક્કાર છે.’  આ પ્રમાણે અત્યંત વિલાપ કરતા ભરતની આંખમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા અને પર્ણકુટીમાં રામ પાસે પહોંચી ગયા. પોતાના જયેષ્ઠબંધુને ચરણવંદના કરવા ગયા, પરંતુ અધવચ્ચેથી જ ભરત પૃથ્વી પર પડી ગયા. એના મુખમાંથી ‘મારા રામ’ એટલા જ શબ્દો નીકળ્યા.

    લક્ષ્મણે કહ્યું, ‘રઘુનાથજી ભરત આવ્યો છે.’ આ શબ્દો સાંભળતા જ રામ અતિશય આનંદમાં ડૂબી ગયા. એમના શરીર પરથી ધનુષ, બાણ, ભાથો અને વલ્કલ એ ચાર વસ્તુ પડી ગઈ.ં

    કવિએ આ વિશે અનેક કલ્પનાઓ કરી છે. કોઈ એમ પણ કહે છે કે શસ્ત્રોને શરમ આવી કે આવો મહાન નિસ્પૃહી મહાત્મા રામના ચરણમાં વંદના કરે છે અને તેઓ પોતે પ્રભુના શરીર પર ભારરૂપ બનીને બેઠા છે. તે યોગ્ય ન ગણાય.

    જ્યારે રામનું વલ્કલ સરી ગયું એનો મર્મ એ કે ભક્ત અને ભગવાનની વચ્ચે કોઈ આવરણ ન હોય. રામે ભરતને વંદન કરતા ઊઠાવી લીધા. એવી જ રીતે શત્રુઘ્નને ઊભો કર્યો. ભરત અને શત્રુઘ્ન બંને રામને ભેટી પડયા અને ત્યારે બંનેની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી.

    શત્રુઘ્નની મૌન વાણીનો રામે અનુભવ કર્યો અને જાણે શત્રુઘ્ન એમ કહેતો હોય કે અમે આટઆટલું સહન કરીને આવ્યા છીએ. હવે અયોધ્યા પાછા ન મોકલશો. તમારી સાથે જ વસવું છે, જેમ યોગી સાથે મૌન વસે છે તેમ.

    એક દિવ્ય મિલન રચાઈ જાય છે અને રામ અને ભરતનો સ્નેહ જોઈને તો ગુહરાજાને સમાધિ લાગી જાય છે. નિષાદરાજ ગુહ રામનાં ચરણોમાં વંદન કરે છે.  ત્યારે રામ એને બે હાથે ઊભો કરીને હૃદયે લગાવે છે. બીજી બાજુ ભરતના ચિત્તમાં વળી એક શંકા જાગી કે સીતાજી એને આશીર્વાદ આપશે કે એની અવગણના કરશે, પરંતુ સીતાએ સ્નેહથી આશીર્વાદ આપ્યા. આ સમયે લક્ષ્મણ શાંત હતો. ભૂતકાળમાં ભરતને જોઈને રોષે ભરાયો હતો. તે વાત એના મનમાંથી ખસતી નહોતી. ક્યારેક થતું કે પોતે શા માટે રામ પ્રત્યે બાલ્યાવસ્થામાં જ જોયેલો ભરતનો પ્રેમ ભૂલી ગયો ? ક્યારેક થતું કે વનવાસને આનંદભેર સ્વીકારવાને બદલે મનમાં કટુતા તો નથી આવી ગઈ ને ? ક્યારેક જાત પર તિરસ્કાર વરસાવતો કે પતિવપાવન વિશાળ હૃદયી રામ સાથે રહીને એ એના હૃદયને વિશાળ બનાવી શક્યો નથી. શું મને ગુસ્સાથી એવો અંધાપો આવ્યો છે કે સામી વ્યક્તિના સ્નેહને હું જોઈ શક્યો નહીં. આમ લક્ષ્મણ દ્વિધા અનુભવતો હોય છે. અંતે વિચારે છે કે ભરત મારો જયેષ્ઠ બંધુ છે અને એ મને ક્ષમા આપીને એના ગુણોની જયેષ્ઠતા સિદ્ધ કરશે. આથી એમણે ભરતનાં ચરણોમાં વંદના કરી અને સાથોસાથ આંખમાં આંસુ સાથે કહ્યું, ‘જયેષ્ઠબંધુ ભરત, મારાથી અનર્થ થઈ ગયો છે. મને ક્ષમા કરો.’

    ભરતે પૂછયું, ‘અરે તમારાથી અનર્થ થાય ખરો ? તો તો પૃથ્વી રસાતાળ જાય.’

    ‘હા, મારાથી અપરાધ થયો છે. તમારે મને ક્ષમા આપવાની છે.’

    ભરતે લક્ષ્મણને સ્વહસ્તે ઊભો કર્યો અને પ્રેમાવેગને કારણે પહેલા તો એમને ભેટી પડયા, ત્યારે લક્ષ્મણે પોતાના હૃદયનું શલ્ય પ્રગટ કરતા કહ્યું 

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here