મરિયમે કહ્યું- જ્યારે હું જેલમાં હતી ત્યારે ત્યાંના પ્રશાસને મારી બેરેકના બાથરૂમમાં પણ કેમેરા લગાવી દીધા હતા. આ એક મહિલાનું અપમાન છે. મરિયમ પાકિસ્તાન મુસ્લિમ લીગ- નવાઝ (પીએમએલ-એન)ના ઉપરાષ્ટ્રપતિ અને સાંસદ પણ છે. થોડા દિવસ પહેલા સેના અને આઈએસઆઈ અધિકારીઓ કરાચીમાં તેમની હોટલના રૂમમાં તેઓ જબરદસ્તી ઘૂસી ગયા હતા અને મરિયમના પતિની ધરપકડ કરીને લઈ ગયા હતા.
મરિયમે વધુ શું કહ્યું
એક ટીવી ચેનલને આપેલ ઇન્ટરવ્યૂમાં મરિયમે પાકિસ્તાનના રાજકારણથી જોડાયેલ મુદ્દા અને સરકાર સામેના અનેક સવાલના જવાબ આપ્યા હતા. તેમણે કહ્યું- ગત દિવસોમાં સરકારે મીને બે વાર જેલમાં ધકેલી. અને હું ત્યાની પરિસ્થિતી બાબતે વાત કરું તો આશ્ચર્ય લાગે છે. એક મહિલા સાથે કેવા પ્રકારનું વર્તન કરવામાં આવે છે. જો હું સત્ય જણાવું તો તેઓ (સરકાર અને તંત્ર) મને ચહેરો બતાવવાને લાયક પણ નહીં રાખે. ઈમરાન તે યાદ રાખે કે પાકિસ્તાન હોય કે દુનિયાનો કોઈપણ દેશ, મહિલાઓ ક્યાંય પણ નબળી નથી. જેલની અંદર અને ત્યાં સુધી કે બાથરૂમમાં પણ કેમેરા લાગાવી દીધા હતા.
અપમાનિત કરવામાં આવી
મરિયમે વધુમાં કહ્યું કે- આ કેવા પ્રકારની સરકાર છે? એક મહિલાની તેના પિતાની સામે ધરપકડ કરવામાં આવી હતી અને દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. જો કોઈ પૂર્વ વડાપ્રધાનની પુત્રી અને સાંસદ પાકિસ્તાનમાં સુરક્ષિત નથી, તો પછી કઈ મહિલા સુરક્ષિત હશે.
સેના સાથે વાતચીત કરવા માટે તૈયાર
નવાઝ શરીફની હાલના દિવસોમાં લંડનમાં સારવાર ચાલી રહી છે. ત્યાંથી વિડીયો કોન્ફરન્સ દ્વારા તેમણે અનેક રાજકીય રેલીઓને સંબોધન કર્યું અને નામ લઈને સેના ઉપર ગંભીર આરોપો લગાવ્યા. મરિયમએ પણ સ્પષ્ટ કહ્યું હતું- સેનાનું કાર્ય સરહદની સુરક્ષા કરવાનું છે, શાસન કરવાનું નથી. ઇન્ટરવ્યૂના એક સવાલના જવાબમાં મરિયમે કહ્યું સેના સાથે વાતચીતમાં કોઈ સમસ્યા નથી. પરંતુ, પહેલા ઇમરાન સરકારે રાજીનામું આપવું જોઈએ. તે કોના કારણે સત્તામાં છે, તે બધા જાણે છે.