આજથી નવા વર્ષનો પ્રારંભ થયો છે. વહેલી સવારથી જ ભક્તો મંદિરે દર્શન કરવા પહોંચી રહ્યાં છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીએ પરંપરા મુજબ ગાંધીનગર ખાતે પંચદેવ મંદિરમાં દર્શન કર્યાં. દર્શન કર્યા બાદ CM રુપાણીએ નિવેદન આપતાં કહ્યું કોરોનાની મહામારી દૂર થાય તેવી પ્રાર્થના કરી. કોરોનાની રસી નવા વર્ષમાં આવશે.
- CM વિજય રૂપાણી પંચદેવ મંદિરના કર્યા દર્શન
- કેશુભાઈ પટેલથી ચાલતી પરંપરા મુજબ કરશે દર્શન
- PM મોદી મુખ્યમંત્રી સમયે નવા વર્ષમાં કરતા હતા દર્શન
નવા વર્ષને લઇને મુખ્યમંત્રી વિજય રુપાણીએ ગાંધીનગર ખાતે પંચદેવ મંદિરમાં દર્શન કર્યાં. CM રુપાણીએ વર્ષોથી ચાલી આવતી પરંપરા નિભાવતા પત્ની સાથે પંચદેવ મંદિરમાં પુજા અર્ચના કરી. કેશુભાઇ પટેલથી ચાલતી આવતી પરંપરા PM નરેન્દ્ર મોદી પણ મુખ્યમંત્રી સમયે નવા વર્ષમાં દર્શન કરતા હતા.
CM રુપાણીએ નવા વર્ષની શુભકામના પાઠવી
મુખ્યમંત્રી વિજય રુપાણીએ પંચદેવ મંદિરમાં દર્શન કર્યા બાદ કહ્યું કે કોરોનાની મહામારી દૂર થાય તેવી પ્રાર્થના કરી. લોકો સાવચેતી સાથે તહેવાર ઉજવે તેવી અપીલ પણ કરી. મુખ્યમંત્રી વિજય રુપાણીએ નવા વર્ષની શુભકામના પાઠવી.
CM રુપાણીએ સાવચેતીથી તહેવાર ઉજવવા કરી અપીલ
મુખ્યમંત્રી વિજય રુપાણીએ તહેવારમાં ખરીદી માટે ભીડ એકઠી થાય છે. કોરોનાના કેસ વધતા તંત્ર અલર્ટ છે. જો કે CM રુપાણીએ લોકોને સાવચેતી સાથે તહેવાર ઉજવવા અપીલ કરી છે. લોકોને અપીલ છે કે તેઓ માસ્ક પહેરે.
કોરોનાની રસીને લઇને CM રુપાણીનું નિવેદન
CM વિજય રુપાણીએ કોરોનાની રસીને લઇને મહત્વનું નિવેદન આપ્યું છે. CM રુપાણીએ કહ્યું કે નવા વર્ષમાં કોરોનાની રસી આવશે. કોવિડની સ્થિતિને લઇને તમામની રજાઓ રદ્દ કરી છે.