મહાબળેશ્વર અને પંચગીનીમાં સ્ટ્રોબેરીનો ભાવ 700 રૂપિયે કિલો

0
25

ખરીદી કરવા જતા પર્યટકોને કિંમતનો કરન્ટ લાગે છ

મહાબળેશ્વર અને પંચગીનીમાં લોકડાઉન બાદ પર્યટકોનો પ્રવાહ શરૂ  થયો છે  ત્યારે આ બે હિલસ્ટેશનોની બહુ  વખણાતી સ્ટ્રોબેરીની કિંમત સાંભળી ટુરિસ્ટોને કરન્ટ લાગે છે. હવામાનમાં ફેરફાર, કોરોનાને લીધે સ્ટ્રોબેરીનો ભાવ ૭૦૦ રૂપિયે કિલો છે.

સામાન્ય રીતે મહાબળેશ્વર અને પંચગીનીમાં સ્ટ્રોબેરી ૧૦૦થી ૧૫૦ રૂપિયે કિલોના ભાવે વેંચાતી પણ આ વખતે બદલાયેલા પરિસ્થિતિમાં ભાવ  ૭૦૦ રૂપિયા પર પહોંચ્યો છે. આમાં સ્ટ્રોબેરી ઉગાડનારા ખેડૂતોને અને વેપારીઓને લાભ થયો છે, પણ ગ્રાહકોને ભાવવધારાનો ફટકો સહન કરવો પડે છે. સ્થાનિકોને જણાવ્યા મુજબ સ્ટ્રોબેરીના ઉંચા  ભાવ ટૂંક સમયમાં નીચે આવે એવી શકયતા નથી.

સ્ટ્રોબેરી ગ્રોઅર્સ એસોસિએશનના અધ્યક્ષ બાળાસાહેબ ભિલારેએ આપેલી માહિતી મુજબ કોરોનાને કારણે કિસાનોે આર્થિક મુશ્કેલીમાં ધકેલાઇ ગયા છે. નુકસાનીને લીધે સ્ટ્રોબેરીનો પાક લેવામાં ખેડૂતોએ પહેલાં જેવા ઉત્સાહ નહોતો દેખાડયો આમ માર્કેટમાં ઓછા પ્રમાણમાં સ્ટ્રોબેરી આવવાથી ભાવ વધવા માંડયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here