મહારાષ્ટ્રમાં કોરોનાનું અવિરત સંકટ : 358ના મોત, નવા 13395 કેસ સાથે સંખ્યા 14.93 લાખ

0
26

– રિકવરીનું પ્રમાણ વધી રહ્યું છતાં

– મરણાંક 39430, કોરોનાથી મુક્ત 12.12 લાખ, મુંબઈમાં 48ના મોત, નવા 2823 કેસ કોરોનાગ્રસ્ત 2.22 લાખ

મહારાષ્ટ્રમાં કોરોનાનો પ્રકોપ ગત ચાર દિવસથી ધીમે ધીમે નિયંત્રણમાં આવતો દેખાઈ રહ્યો છે. એટલે કે નવા દરદીની સંખ્યા કરતાં દરરોજ કોરોનાના દરદી સાજા થવાનું પ્રમાણ વધારે છે. પરંતુ કોરોનાનું સંકટ કાયમ છે. જોકે આજે ૨૪ કલાકમાં કોરોનાના ૩૫૮ દરદીના મોત થયા હતા અને નવા ૧૩,૩૯૫ સંક્રમિત થયા હતા. આથી મહારાષ્ટ્રમાં કોરોનાના દરદીની સંખ્યા વધીને ૧૪ લાખ ૯૩ હજાર ૮૮૪ થઈ છે. જ્યારે મરણાંક ૩૯૪૩૦ થયો છે. કોરોનાના આજે ૧૫,૫૭૫ દરદી સ્વસ્થ થતાં હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાયા હતા. આમ અત્યાર સુધી ૧૨ લાખ ૧૨ હજાર ૦૧૬ દરદી કોરોના મુક્ત થયા છે. એટલે કે રિકવરીનું પ્રમાણ વધીને ૮૧.૧૩ ટકા થયું છે.

આ સિવાય મહારાષ્ટ્રમાં કોરોનાના ૨ લાખ ૪૧ હજાર ૯૮૬ દરદી સક્રિય છે. એટલે કે તેઓ રાજ્યની વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે.

મહારાષ્ટ્રમાં અત્યાર સુધી ૭૪ લાખ ૦૪ હજાર ૨૩૧ લોકોના કોરોના ટેસ્ટ કરાયા છે. એમાં પૈકી ૧૪,૯૩,૮૮૪ કોરોના પોઝિટિવ નોંધાતા દરદીઓનું પ્રમાણ ૨૦.૧૮ ટકા થયું છે. અને રિકવરીનું પ્રમાણ ૮૧.૧૩ ટકા છે. એમ રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

મુંબઈમાં આજે કોરોનાના ૪૮ દરદીના મોત થયા હતા અને નવા ૨૮૨૩ દરદી નોંધાતા અત્યાર સુધી મુંબઈમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા ૨ લાખ ૨૨ હજાર ૭૮૪ થઈ છે અને મરણાંક ૯૨૯૬ થયો છે. જ્યારે મુંબઈમાં અત્યાર સુધી કોરોનાના દરદી પૈકી ૧ લાખ ૮૬ હજાર ૬૭૫  દરદી કોરોના મુક્ત થયા છે અને ૨૬૩૮૩ દરદી શહેરની વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે. 

મહારાષ્ટ્રમાં અત્યારે ૨૨ લાખ ૮૪ હજાર ૨૦૪ દરદી હોમ ક્વોરન્ટીન થયા હતા. અને ૨૫,૩૨૧ સંસ્થાત્મક ક્વોરન્ટીન કર્યા હતા, એમ રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

મુંબઈ સિવાય મહારાષ્ટ્રના અન્ય શહેરો તથા ગામડામાં કોરોનાએ મજબૂત પગપેસારો કર્યો છે. પુણેમાં ૩૧૦૪૪૬, થાણેમાં ૧૯૯૯૨૫, રાયગઢમાં ૫૪૬૦૩, કોલ્હાપુરમાં ૩૮૯૮૨, નાશિકમાં ૮૩૬૧૬, અહમદનગરમાં ૪૮૧૩૧, જળગાંવમાં ૫૦૨૯૬, નાગપુરમાં ૮૪૯૩૧ અને ઔરંગાબાદમાં ૩૮૩૨૮ દરદી કોરોનાના કેસ નોંધાયા છે, એમ આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here