મહારાષ્ટ્રમાં જીવલેણ કોરોનાથી 16 લાખથી વધુ દર્દી કોરોનામુક્ત, રિકવરી રેટ 92.48 ટકા

0
43

84 હજાર એક્ટિવ કેસ, મુંબઈમાં 17ના મોત,

નવા 800 કેસ, 1834 દર્દીને ડિસ્ચાર્જ

મહારાષ્ટ્રમાં જીવલેણ કોરોના રોગચાળો નિયંત્રણમાં આવી રહ્યો છે. ગત ૨૪ કલાકમાં કોરોનાના નવા ચાર હજાર ૧૩૨ દરદી નોંધાયા હતા અને ૧૨૭ દરદીનાં મોત થયા હતા. જ્યારે ૪,૫૪૩ કોરોનાથી મુક્ત થતાં ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. તેમ જ કોરોનાના ૮૪,૦૮૨ દરદી એક્ટિવ છે. તેઓ વિવિધ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જ્યારે કોરોનાના દરદી રિકવરી રેટ ૯૨.૪૮ ટકા થયો છે. 

મહારાષ્ટ્રમાં આજ દિન સુધી ૯૭ લાખ ૨૨ હજાર ૯૬૧ લોકોના કોરોના ટેસ્ટ કરતાં ૧૭,૪૦,૪૬૧ કોરોનાના પોઝિટિવ દરદી નોંધાયાહતા. આથી કોરોનાના દરદીની સંખ્યાનું પ્રમાણ ૧૭.૯ ટકા થયું હતું. જ્યારે મરણાંક રેટ ૨.૬૩ ટકા છે. એટલે કે મહારાષ્ટ્રમાં કોરોના દરદીનો મરણાંક ૪૫૮૦૯ થયો છે.

મુંબઈમાં આજે કોરોનાના નવા ૮૦૦ કેસ નોંધાયા છે. જ્યારે ૧૭ દરદીના મોત થયા હતા. આથી મુંબઈમાં કોરોનાગ્રસ્તોનીસંખ્યા વધીને ૨,૬૮,૪૦૪ અને મરણાંક ૧૮૩૪ દરદી સાજા થતાં ડિસ્ચાર્જ અપાયા હતા. આથી અત્યાર સુધી કોરોનાના ૨,૪૩,૮૦૯ કોરોનાથી મુક્ત થયાછે. એટલે કે કોરોનાના રિકવરીનું પ્રમાણ ૯૧ ટકા થયો.

મુંબઈમાં કોરોના દગરદી બમણા થવાનો સમયગાળો ૨૪૨ થયો છે. શહેરમાં કોરોનાના ૧,૦૧૮૧ એક્ટિવ દરદી નોંધાયા છે. તેઓ વિવિધ હોસ્પિટલોમાં સારવારલઈ રહ્યા છે.

શહેરમાં પાલિકાએ ૫,૬૭૬ ઇમારતો સીલ કરી છે અને ઝૂંપડપટ્ટી અને ચાલ મળીને ૪૮૨ કન્ટેનમેન્ટ ઝોન હોવાનું પાલિકાના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here