મહારાષ્ટ્રમાં બાર-રેસ્ટોરન્ટ સવારે 8થી રાતે 10 વાગ્યા સુધી ખુલ્લા

0
19

મહારાષ્ટ્રમાં મિશન બિગેન અગેન અંતર્ગત  અનલોક-૫માં જાહેર કરતી વેળા બાર-રેસ્ટોરન્ટ શરૃ કરવાની પરવાનગી સરકારે આપી હતી. માત્ર વાત એવી હતી કે તે ખોલવાનો અને બંધ કરવાનો સમય નક્કી કરવાનો અધિકાર સ્થાનિક વહીવટીતંત્રને આપ્યો હતો. આથી સર્વ જિલ્લામાં અલગ-અલગ સમય જાહેર થતાં બાર-રેસ્ટોરન્ટ માલિકો દ્વારા નારાજગી વ્યક્ત થવા લાગી હતી. આખરે આના પર નિકાલ લાવવા વ્યવસ્થાપના માટે સવારે ૮ વાગ્યાથી રાતે ૧૦ વાગ્યા સુધી બાર-રેસ્ટોરન્ટ શરૃ કરવાની પરવાનગી આપી છે. 

બાર-રેસ્ટોરન્ટ શરૃ કરવાની પરવાનગી આપ્યા બાદ પ્રત્યેક ઠેકાણે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા જુદા-જુદા સમય જાહેર થવા લાગ્યા હતા. આથી બાર-રેસ્ટોરન્ટ માલિકોમાં સમસ્યા ઊભી થઈ અને તેઓ અવઢવમાં મૂક્યા હતા. એક્સાઇઝ વિભાગ દ્વારા વિવિધ સમયપત્રક જારી થવા લાગ્યા હતા. આથી આ સર્વ પર માર્ગ કાઢવા માટે ટુરિઝમ વિભાગે આગળ પડતી ભૂમિકા લઈને આ સંબંધે ઉપરોક્ત સમય જાહેર કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here