મહિલાઓ માટે એક મહિલાનો પ્રયત્ન:યમનની મહિલાએ પ્રથમ ફીમેલ કેફે શરુ કર્યું, પોતાના પ્રયત્નોથી મહિલાઓને બિઝનેસનું મહત્ત્વ સમજાવવા માગે છે

0
118

યમનની રહેવાસી ઉમ ફેરાઝને લાગ્યું કે, દેશમાં એવી કોઈ જગ્યા નથી જ્યાં મહિલાઓ નિરાંતે બેસીને એકબીજા સાથે વાતચીત કરી શકે. આથી તેણે પોતે કેફેની શરુઆત કરી. તે આ કામ દ્વારા મહિલાઓને બિઝનેસ કરવા પણ પ્રેરણા આપવા માગે છે. ફેરાઝે કહ્યું કે, મહિલાઓ માટે યમનમાં એવી કોઈ જગ્યા નથી જ્યાં તેઓ બેસીને ક્વોલિટી ટાઈમ પસાર કરી શકે. મહિલાઓની સુવિધાને ધ્યાનમાં રાખી અમે કેફેમાં પણ ફીમેલ એમ્પ્લોઇઝ રાખ્યા છે. ઉમ ફેરાઝના કેફેનું નામ ‘મોર્નિંગ આઇકન કેફે’ છે. તે સેન્ટ્રલ યમનના મરીબ શહેરમાં આવેલું છે.

ફેરાઝે જણાવ્યું કે, મેં આ બિઝનેસ યમનમાં રૂઢિચુસ્ત લોકોની વિરુદ્ધ જઈને શરુ કર્યો છે. અહિ ઘણા લોકો મારા કામથી જરાય ખુશ પણ નથી. તેમને આ અજીબ લાગે છે. જો કે, ફેરાઝને એ પણ ખબર છે કે દરેક નવા કામ વિશે લોકોના અલગ-અલગ વિચાર હોય છે. તે પોતાની મહેનતે સાબિત કરવા માગે છે મહિલાઓ સફળતાની સાથે બિઝનેસ કરી શકે છે.

કેફેમાં આવતી એક કસ્ટમર મેડિકલ સ્ટુડન્ટ છે. તે કેફે વિશે કહે છે કે, ‘મરીબ એકમાત્ર એવો વિસ્તાર છે જ્યાં ઇન્ટરનેટ કનેક્શન નથી, પરંતુ આ કેફેમાં ઇન્ટરનેટની સુવિધા સરળતાથી મળી જાય છે. ફીમેલ સ્ટુડન્ટ માટે આ એક જોરદાર જગ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોથી યમનની ખરાબ પરિસ્થિતિને લીધે અહિ હિંસાઓ થતી રહે છે. આવી સ્થિતિમાં મહામારી અને આર્થિક તંગી વચ્ચે કેફેની શરુઆત કરવી ફેરાઝ માટે સરળ નહોતી.’

વસ્તુઓની વધતી જતી કિંમત અને કેફેમાં ક્વોલિટી મેન્ટેન કરવી એ કોઈ પરીક્ષાથી ઓછું નહોતું, પણ અનેક મુશ્કેલીઓમાં પણ ફેરાઝ મહિલાઓ અને બાળકો માટે કેફે ડેવલપ કરવા માગતી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here