મહિલાઓ સામેના સાયબર ગુનામાં મહારાષ્ટ્ર સૌથી અગ્રેસર

0
105

– 4500 ગુનેગારો પૈકી માત્ર 56 ગુનેગારોને સજા થઇ

નેશનલ ક્રાઇમ  રેકોર્ડર્સ બ્યુરો (એનસીઆરબી) દ્વારા અપાયેલી જાણકારી મુજબ મહિલાઓ વિરુદ્ધ મહારાષ્ટ્રમાં ૨૦૧૭-૧૯ દરમિયાન સૌથી વધુ સાયબર ગુના નોંધાયા છે. તેના પછી ૧૮૪ ગુના સાથે આંધ્ર પ્રદેશનો ક્રમ આવે છે જે મહારાષ્ટ્રથી બહુ ઓછા છે.

એક મનોચિકિત્સકના જણાવ્યા અનુસાર સામાન્ય પણે વેરભાવ અથવા હતાશાને કારમે કેટલાક લોકો મહિલાઓ સાથે સાયબર હુમલા કરવા પ્રેરાય છે. ઇન્ટરનેટ દ્વારા ગુનો આચરતી વખતે તેમની ઓળખ નહિ થાય એવા ભ્રમને કારણે તેમજ મહિલાને પરેશાન કરીને આવા ગુનેગારો પોતે મહિલા કરતા વધુ સમર્થ હોવાનો વિકૃત આનંદ મેળવે છે.

મહિલાઓ સામેના સાયબર ગુનાઓમાં કર્ણાટક સૌથી મોખરે રહ્યું હતું. કર્ણાટકમાં ૨૦૧૮માં ૧,૩૭૪ કેસ નોંધાયા હતા જ્યારે ૨૦૧૯માં ૫૦ ટકા વધુ એટલે કે ૨,૬૯૮ કેસ નોંધાયા હતા. બીજા ક્રમાકે મહારાષ્ટ્ર હતું જ્યાં ૨૦૧૮માં ૧,૨૬૨ કેસ હતા જ્યારે ૨૦૧૯માં ૧,૫૦૩ કેસ હતા. એટલું જ નહિ પણ કેસ સામે સજા થવાની ટકાવરી મહારાષ્ટ્રમાં સૌથી ઓછી રહી છે. અટકમાં લેવાયેલા ૪,૫૦૦ ગુનેગારો પૈકી માત્ર ૬૫ જણાને જ સજા થવા પામી હતી.

સાયબર ગુનાઓના વકિલ પ્રશાંત માલીએ સજાની ઓછી ટકાવરી માટે પોલીસ, ન્યાયતંત્ર અને સરકારને જવાબદાર ઠેરવી હતી. તેમણે જણાવ્યું  કે ઇલેક્ટ્રોનિક ઉપકરણો, તેના વપરાશ અને ઉત્પાદન વિશે પોલીસ દળમાં બહુ ઓછી જાણકારી છે. મહારાષ્ટ્ર સરકારે આ બાબત માટે તાલીમની વ્યવસ્થા કરી છે પણ તેને સમય લાગશે. ખાસ કરીને મુંબઇ જેવા શહેરો માટે અલગ સાયબર કોર્ટો હોવી જોઇએ જેના માટે હજી સુધી પૂરતી માળખાકીય સુવિધા ઉભી નથી કરાઇ. બીજી તરફ વકિલો પણ સાયબર ગુનાઓ સમજવા માટે ફાંફા મારી રહ્યા છે.

રાજ્યના પોલીસ દળના ભૂતપૂર્વ ડિરેક્ટર જનરલ ડી શિવાનંદને સૂચન કર્યું છે કે સાયબર પોલીસ અને સૈક્ષણિક સંસ્થાઓએ ઇન્ટરનેટના લાભ અને ગેરલાભ વિશે લોકોમાં, ખાસ કરીને યુવા વર્ગોમાં જાગૃતિ ફેલાવવી જોઇએ.

રાજ્યના પોલીસ દળના સુપરિન્ટન્ડન્ટ બાલસિંગ રાજપૂતે મહિલાઓને તેમના વિરુદ્ધ થતા ગુના વિશે ફરિયાદ કરવાની સલાહ આપતા જણાવ્યું છે કે ભોગ બનેલી વ્યક્તિ વેબસાઇટ   બઅમીબિબિૈસી.ર્યપ.ૈહ  પર ગુના વિશે સીધી ફરિયાદ નોંધાવી શકે છે.

કેટલાક નિષ્ણાંતોના મતે મહારાષ્ટ્ર જેવા પ્રગતિશીલ રાજ્યમાં ઇન્ટરનેટનો બહોળો વપરાશ થતો હોય છે. ખાસ કરીને સ્માર્ટફોનના આગમન પછી ઇન્ટરનેટનો ઉપયોગ વધી ગયો છે. જો કે લોકોએ સોસિયલ મીડિયા પર વધુ શિસ્ત જાળવવી જરૃરી છે. સોશિયલ મીડિયા પરથી કોઇને ધમકી આપવી કે  પાછળ પડી જવું  સામાન્ય બની ગયું છે. લોકોને મોટે ભાગે સાયબર કાયદાઓની જાણ પ મથી હોતી. આથી સાયબર પોલીસે આવા ગુનેગારોને શોધવા તેમજ તેમને યોગ્ય સજા થાય એ બાબતે વધુ સતર્ક રહેવાની જરૃર છે. 

સાયબર ગુનામાં કયા ગુના સામેલ હોય છે ઃ સાયબર ગુનાઓમાં ઇન્ટરનેટ દ્વારા પાછળ પડવું, ધમકી આપવી, બ્લેકમેઇલિંગ કરવું, બિભિત્સ બાબત પ્રસિદ્ધ કરવી, ખોટો પ્રોફાઇલ પોસ્ટ કરવો, છેતરપિંડી  જેવા ગુના સામેલ હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here