મહિલાના અંતિમ સંસ્કાર દરમિયાન માતા એવી વસ્તુ જોઇ ગઇ કે તાત્કાલિક પોલીસ બોલાવી

0
81

અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના નરસિંહપુરા ગામમાં રહેતા અશોક બાબુલાલ પ્રજાપતિએ આજથી ચાર વર્ષ અગાઉ નર્મદા જિલ્લાના રાજપીપળા પાસે આવેલા જુના રાજુવાડીયા ગામમાં રહેતા સનુભાઇ શાંતિલાલ જાતે વસાવાની દીકરી જયશ્રીબેન ઉંમર વર્ષ 25 નાઓને ઘરેથી ભાગી ગયેલા અને ત્યારબાદ બંને પતિ-પત્ની વિરમગામના નરસીપુરા ગામ ખાતે રહેતા હતા. અશોક અને જયશ્રીને સંતાનમાં 3 વર્ષની તન્વી નામની બાળકી છે.

છેલ્લા બે વર્ષથી પતિ અશોક અને જયશ્રી અવારનવાર યુવતીના માતા-પિતાના ઘરે આવતા હતા. છેલ્લા ત્રણ મહિનાથી જયશ્રી અને પતિ અશોક વચ્ચે અણબનાવ ચાલતો હતો. ગત 3 ઓક્ટોબરના રોજ જયશ્રીએ તેના માતા-પિતા સાથે વાત કરી હતી અને કહ્યું હતું કે, મારી દીકરીને તમે તમારી પાસે રાખજો ભણાવજો અને સાચવજો એમ વાત કરેલી ત્યારબાદ ગત 4 ઓકટોબરના રોજ રાત્રી દરમિયાન જયશ્રી મૃત્યુ થયુ હતું.

આ સમાચાર મળતા યુવતીના પિતાએ જમાઇ અશોકને ફોન કરેલ અને તેમને જણાવ્યું હતું કે, જય શ્રીને હાર્ટ એટેક આવેલ છે અને તેને દવાખાને લઈ જાય છે. આ સમાચારથી યુવતીના માતા-પિતા સહિત પરિવારજનો બીજા દિવસે બપોરે બે વાગ્યાની આસપાસ વિરમગામના નરસિંહ પુરા ગામમાં પહોંચ્યા હતા. જ્યાં પતિ અશોકે અને તેના માતા-પિતાએ પત્નીને અડવા દીધેલ નહીં. તેવામાં યુવતીના માતા સુમિત્રાબેને ઘરમાં જઈને તેમની મૃત દીકરી જયશ્રીને મોઢું જોયેલુ તો તેના ગળાના ભાગે દોરીથી ગળે ટુંપો દઇ મારી નાખેલાનાં નિશાન મળી આવ્યા હતા.

સાસુ ફુલવંતીબેન પ્રજાપતિને પુછતા તેમણે જણાવ્યુ કે, જયશ્રી મારા ખોળામાં અહીજ મરી ગયેલ છે. જ્યા તપાસ કરી તો ઘરમા જયશ્રી ખાટલા પડી હતી અને કપડા અને લાઇટનુ બોર્ડ તુટી ગયું હતું અને પરિવારને લાગ્યું કે, દિકરી સાથે ઝપાઝપી થઇ છે. આ સ્થિતિમાં યુવતિના પરિવારજનોએ આ બનાવને લઇને 100 નંબર પર ટેલીફોનિક વર્ધી લખવામાં આવી હતી અને લાશને પીએમ માટે વિરમગામ અને ત્યાર બાદ હત્યાની ફરીયાદ નોંઘાયા બાદ અમદાવાદ લાશને પીએમ માટે ખસેડાઇ હતી.

આ સમગ્ર મામલે યુવતીના પિતા શનુભાઇ શાંતિલાલ જાતે વસાવાએ દિકરીની હત્યા મામલે જમાઇ અશોક બાબુલાલ પ્રજાપતિ, યુવતીના સાસુ-સસરા ફુલવંતીબેન પ્રજાપતિ અને બાબુલાલ સોમાભાઇ પ્રજાપતિ તમામ રહે. નરસિંહપુરા તા. વિરમગામનાઓ સામે હત્યાનો ગુન્હો નોંધાવ્યો છે. પોલીસે હાલ તો તપાસ કરી આરોપીઓને ઝડપવા તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here