મહેમદાવાદની સોસાયટીમાં ક્રિકેટ પર સટ્ટો રમતા ત્રણ શખ્સો પકડાયા

0
60

– મારૂતિ સોસાયટીમાં પોલીસે દરોડો પાડતા રોકડ સહિત ૧.૩૬ લાખનો મુદ્દામાલ ઝડપાયો

મહેમદાવાદ શહેરની મારૂતિ સોસાયટીના એક મકાનમાં ચાલતા ક્રિકેટ સટ્ટા પર સ્થાનિક પોલીસે દરોડો પાડયો હતો.આ બનાવમાં મકાન માલિક સહિત ત્રણ વ્યક્તિઓ વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મહેમદાવાદ શહેરમાં આવેલ મારૂતિ સોસાયટીમાં આઇ.પી.એલ મેચ પર સટ્ટો રમાતો હોવાની બાતમી સ્થાનિક પોલીસને મળી હતી.જે અનુસંઘાને સ્થાનિક પોલીસે બાતમી આધારિત સ્થળે દરોડો પાડયો હતો.જેમાં કનુભાઇ પટેલના ઘરના બિજા માળે  આ ક્રિક્રેટ સટ્ટો રમાતો હતો.ઘરના બિજા માળે તલાસી લેતા કલકત્તા નાઇટ રાઇડર્સ અને ચેન્નાઇ સુપર કિંગ વચ્ચે રમાતી ક્રિકેટ મેચ ઉપર હારજીતનો જૂગાર રમતો હોવાનુ બહાર આવ્યુ હતુ.ક્રિકેટ મેચ પર ગ્રાહકોની સાથે મોબાઇલ ફોન દ્વારા સંપર્ક કરી મેચનો સટ્ટો રમાડતા હતા. 

પોલીસ ટીમે ઝડપાયેલ વ્યક્તિઓની અંગઝડતી કરતા રોકડ રૂા.૫૫૯૦, જુદી કંપનીના મોબાઇલ ફોન નંગ-૧૧ કિ. રૂા. ૨૦, ૩૦૦, મ્યુઝીક પ્લેયર સાઉન્ડ રેકોર્ડર કિ. રૂા.૧૦૦, લેપટોપ કિ. રૂા. ૧૦, ૦૦૦, એક ગાડી કિ. રૂા. ૧, ૦૦, ૦૦૦ , લેપટોપનુ ચાર્જર એક અને ત્રણ મોબાઇલ ચાર્જર કિ. રૂા. ૨૦૦  એમ મળી કુલ રૂા. ૧, ૩૬, ૧૯૦ ના મૂદામાલ સાથે ધર્મેન્દ્રભાઇ ઉર્ફે મહેશભાઇ રઘુભાઇ પટેલ અને જીગ્નેશભાઇ જગદીશભાઇ પટેલ બંને રહે અમદાવાદની અટકાયત કરી હતી.આ ઉપરાંત મકાન માલિક  કનુભાઇ પરસોત્તમભાઇ પટેલ વિરુધ્ધ પણ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

[WP-STORY]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here