માઉન્ટ આબુમાં જુગાર રમવા જતાં ગુજરાતીઓ સાવધાન, મહેસાણાના પાંચ લોકો પકડાયા

0
83


ગુજરાતની પાસે આવેલું હિલ સ્ટેશન ગુજરાતીઓની ફેવરિટ સ્થળ છે. ગુજરાતને અડીને આવેલાં આ ટુરિસ્ટ પ્લેસ પર શનિ-રવિ ગુજરાતીઓનું મહેરામણ ઉમટી પડતું હોય છે. ફરવાની સાથે આબુમાં ગુજરાતીઓ દારૂ પીવા અને જુગાર રમવા માટે જતાં હોય છે. પણ હવે આબુમાં જુગાર રમવાના શોખીન ગુજરાતીઓ માટે માઠા સમાચાર છે. આબુ પોલીસે જુગાર સામે ચોથી મોટી કાર્યવાહી કરતાં મહેસાણા જિલ્લાના પાંચ જુગારીઓને ઝડપી પાડ્યા છે.

રવિવારની રજાના દિવસે મોટાભાગના ગુજરાતીઓ ફરવાનું પ્લાનિંગ બનાવી લેતાં હોય છે. અને તેમાં પણ ગુજરાતમાં દારૂબંધી હોવાથી ગુજરાતીઓ માઉન્ટ આબુ પહોંચી જતા હોય છે. દારૂની સાથે હવે જુગાર રમવા માટે પણ આબુ બદનામ થયું છે. માઉન્ટ આબુમાં જુગાર રમતા જુગારીઓ ઝડપાયા છે. આ તમામ આરોપીઓ ગુજરાતી છે.

માઉન્ટ આબુની ગુડલક કોટેજ હોટલમા જુગાર રમાતો હતો. અહીં પોલીસે દરોડો પાડીને જુગારીઓને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ ગુજરાતના મહેસાણા જિલ્લાનાં રહેવાસી છે. પોલીસે જુગારની 93,200 રોકડાં, પાંચ મોબાઈલ ફોન સહિત પાંચ ગુજરાતીઓની ધરપકડ કરી છે. માઉન્ટ આબુમાં જુગાર પર આબુ પોલીસની આ ચોથી મોટી કાર્યવાહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here