માનવતા મરી પરવારી! બાપુનગરમાં દોઢ કિમીના અંતર માટે ખાનગી એમ્બ્યુલન્સે 11 હજાર વસૂલ્યા

0
80

બાપુનગરમાં આવેલી કાકડિયા હોસ્પિટલથી કોરોનાના દર્દીને ફક્ત દોઢ કિ.મી.ના અંતરે આવેલી કોઠીયા હોસ્પિટલમં શિફ્ટ કરવાના પ્રાઈવેટ એમ્બ્યુલન્સે રૂ. ૧૧ હજારનો ચાર્જ લેતાં હોબાલો થયો છે. ઠક્કરનગર વિધાનસભાના ભાજપના સ્ન્છ વલ્લભ કાકડિયા પણ આ ભાવ સાંભળીને ભડક્યા હતા. તેઓએ દર્દીના સગાને એમ્બ્યુલન્સના સંચાલક સામે કેસ કરવાની સલાહ આપી હતી. દર્દીના સગાંએ આ અંગે વિડીયો બનાવીને વાયરલ કર્યો હતો.

બાપુનગર વિસ્તારમાં રહેતા જનક પાંચાણીના દાદી ચંપાબહેનને ગત તા. ૨૭ સપ્ટેમ્બરના રોજ કાકડિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં  આવ્યા હતા. બીજા દિવસે હોસ્પુટલમાં ચંપાબહેનનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતાં તત્કાળ દર્દીને કોવિડ-૧૯ હોસ્પિટલમાં શિફ્ટ કરવા કાકડીયા હોસ્પિટલે આગ્રહ રાખ્યો હતો.

દર્દીના સગાને કોઈ કોવિડ હોસ્પિટલમાં જગ્યા મળતી નહોતી. આખરે કાકડિયા હોસ્પિટલે દર્દીના સગાને કોઠીયા હોસ્પિટલમાં જગ્યા હોવાની જાણ કરી હતી. કોઠીયા હોસ્પિટલમાં દર્દીને દાખલ કરવા માટે એમ્બ્યુલન્સ કાકડિયા હોસ્પિટલના સ્ટફે બોલાવી હતી. આ એમ્બ્યુલન્સમાં દર્દીને કોઠીયા હોસ્પિટલમાં લઈને જઈને શિફ્ટ કર્યા હતા.

જોકે, એમ્બ્યુલન્સના ડ્રાઈવરે દર્દીના પૌત્ર જનક પાસે રૂ. ૧૧ હજાર માંગતા તેઓએ આપી દીધા હતા. દાદીની સારવાર શરૂ  થયા પઠછી જનકે જોયું તો એમ્બ્યુલન્સ ત્યાંથી નીકળી ગઈ હતી.

આથી જય માતાજી એમ્બ્યુલન્સના ડ્રાઈવને જનકે ફોન કરીને એમ્બ્યુલન્સના ચાર્જના રૂ. ૧૧ હજાર વસૂલ્યા તેનું બિલ માંગ્યુ હતું. ડ્રાઈવરે બિલ આપવા ગલ્લાં- તલ્લાં કર્યા હતા. બિલનો આગ્રહ રાખતાં ડ્રાઈવરે સ્પષ્ટ કરી દીધું કે, તેમને બિન નહીં મળે. દર્દીના સગાએ કાકડીયા હોસ્પિટલના ટ્રસ્ટી વલ્લભભાઈને ફરિયાદ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here