‘યોર નેક્સ્ટ બિગ થિંગ: 10 સ્મોલ સ્ટેપ ટુ ગેટ મૂવિંગ એન્ડ ગેટ હેપ્પી’ પુસ્તકના લેખક ડૉ. બેન મિકેલિસના જણાવ્ય પ્રમાણે, શરીર અને મસ્તિષ્ક બંને એક જ છે. જ્યારે માણસ પોતાની સાર સંભાળ રાખે છે તો તે શરીરની આખી સિસ્ટમ સુધારવા માટે કામ કરી રહ્યો હોય છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, દરરોજ આ 3 એક્ટિવિટી કોઈ પણ વ્યક્તિમાં ડિપ્રેશનનાં લક્ષણો ઓછાં કરી શકે છે.
3 સાયન્ટિફિક ફેક્ટસ જણાવે છે કે રનિંગ, યોગ અને પ્રકૃતિ સાથે રહેવાથી ડિપ્રેશન દૂર કરવામાં મદદ મળે છે.
1. યોગ: તે ગુસ્સો, ગભરામણ અને ડિપ્રેશન દૂર કરે છે
એવિડન્સ બેઝ્ડ કોમ્પ્લિમેન્ટ્રી એન્ડ અલ્ટર્નેટિવ મેડિસીન જર્નલમાં પ્રકાશિત થયેલા રિસર્ચ પ્રમાણે, યોગ ક્લાસમાં ભાગ લેનાર તમામ લોકોમાં ડિપ્રેશન, ગુસ્સો અને ગભરામણના લક્ષણો ઓછાં થતાં જોવા મળ્યાં.
2. કુદરતી વાતાવરણમાં ચાલો – સ્ટ્રેસ હોર્મોન ઘટે છે
એન્વાયર્મેન્ટલ હેલ્થ એન્ડ પ્રિવેન્ટિવ મેડિસિન જર્નલમાં પ્રકાશિત થયેલા રિસર્ચ મુજબ, જાપાની સંશોધકોએ કેટલાક પ્રતિભાગીઓને જંગલમાં અને કેટલાકને શહેરી વિસ્તારમાં મોકલ્યા હતા. સંશોધકોને જાણવા મળ્યું કે, 20 મિનિટ સુધી જંગલમાં ફરનારા પ્રતિભાગીઓમાં સ્ટ્રેસ હોર્મોનનું લેવલ નોંધપાત્ર રીતે ઓછું થયું હતું.
3. દોડ: 5 મિનિટની દોડથી ઉંમર વધે છે
વર્ષ 2014માં હેલ્થ મેગેઝિનમાં પબ્લિશ થયેલા રિસર્ચ પ્રમાણે, રોજ માત્ર 5 મિનિટ દોડનારા માણસો લાંબું જીવે છે. મિકેલિસના જણાવ્યા પ્રમાણે, દોડવાથી મૂડ સારો કરનારા ન્યૂરોટ્રાન્સમીટર્સ સેરોટોનિન અને નોરેપિનેફ્રિન બંને એક્ટિવ થાય છે. દોડતી વખતે મગજ પર ધ્યાન રાખવાથી વધારે અસર થાય છે.