મારુતિની આ કારે મચાવી દેશ આખામાં ધૂમ, પહેલા જ વર્ષે થયું રેકૉર્ડતોડ વેચાણ

0
63

દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયા (એમએસઆઈ)ની પ્રવેશ સ્તરની નાની કાર એસ પ્રેસો (S-Presso)નો વેચાણ આંકડો પહેલા વર્ષમાં જ 75,000 યૂનિટને પાર કરી ગયો છે. આ કાર ગત વર્ષે સપ્ટેમ્બરમાં રજૂ કરવામાં આવી હતી. કંપનીએ શુક્રવારના નિવેદનમાં કહ્યું કે, આ કારને ઉતારવવામાં આવ્યા બાદ એક મહિનાની અંદર આ દેશની 10 સૌથી વધારે વેચાનારી કારોમાં સામેલ થઈ ગઈ છે.

અનેક એવા ફીચર છે જે અહીં પહેલીવાર રજૂ કરવામાં આવ્યા 

કંપનીએ કહ્યું કે, એસ-પ્રેસો દેશમાં જ ડિઝાઇન અને વિકસિત વાહન છે. આને ભારત અને દુનિયાના અન્ય દેશો માટે વિકસિત કરવામાં આવી છે. એમએસઆઈના કાર્યકારી નિર્દેશક શશાંક શ્રીવાસ્તવે કહ્યું કે, “એક વર્ષના નાના સમયગાળામાં એસ-પ્રેસોએ પોતાના માટે એક મજબૂત જગ્યા બનાવી લીધી છે. આ વાહનમાં અનેક એવા ફીચર છે જે અહીં પહેલીવાર રજૂ કરવામાં આવ્યા છે. આમાં ડાયનામિક સેન્ટર કન્સોલની સાથે સ્માર્ટપ્લે ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ સામેલ છે.” શ્રીવાસ્તવે કહ્યું કે, એસ-પ્રેસોને એ રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે આ એક મિની એસયૂવીનો અનુભવ આપે છે.

એસ-પ્રેસોને સુઝુકીના હાર્ટેક્ટ પ્લેટફોર્મ પર બનાવવામાં આવી 

કંપનીએ આ કારને મિની એસયૂવી સેગમેન્ટમાં લૉન્ચ કરી હતી અને આ પોતાના સેગમેન્ટની એકમાત્ર કાર પણ છે. ભારતમાં આ કારને લૉન્ચિંગથી લઇને અત્યાર સુધી ઘણી જ પસંદ કરવામાં આવી રહી છે. મારુતિ સુઝુકી એસ-પ્રેસોને સુઝુકીના હાર્ટેક્ટ પ્લેટફોર્મ પર બનાવવામાં આવી છે, જેનો ઉપયોગ સ્વિફ્ટ, વેગનાર અને બલેનો જેવી કારોમાં પણ થયો છે. આ પ્લેટફોર્મ ના ફક્ત કારનું વજન ઓછું કરે છે, પરંતુ આને ઘણી જ મજબૂત બનાવે છે. વજન ઓછું થવાના કારણે કારની હેન્ડલિંગ પણ ઘણી સરળ થઈ જાય છે. મારૂતિ સુઝુકી એસ-પ્રેસો કુલ 10 વેરિએન્ટ્સ અને 6 રંગોમાં ઉપલબ્ધ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here