‘મિર્ઝાપુર’માં ‘ગુડ્ડૂ પંડિત’ના રૉલ માટે અલી ફઝલ નહોતો પહેલી પસંદ, સિરીઝ ના કરવાની પાડી હતી ના

  0
  21

  તાજેતરમાં રીલીઝ થયેલી વેબ સિરીઝ ‘મિર્ઝાપુર-2’ (Mirzapur 2) બાદ દરેક એક્ટર પોતાના પાત્રોના નામથી પ્રખ્યાત થઈ ગયા છે. જોકે સિરીઝ (Web Series)ના મુખ્ય પાત્રો કાલીન ભૈયા, મુન્ના ત્રિપાઠી, ગુડ્ડૂ અને ગોલૂ પહેલી સીરીઝમાં પણ ધમાલ મચાવી ચુક્યા છે, પરંતુ હવે આ બીજી સીઝન બાદ મિર્ઝાપુર સિરીઝનો ક્રેઝ દર્શકોમાં ઘણો જ વધ્યો છે. આમાં ગુડ્ડુ પંડિતે (Guddu Pandit) એટલે કે અલી ફઝલે (Ali Fazal) ઘણું જ સારું કામ કર્યું છે, પરંતુ શું તમે જાણો છો અલીને સિરીઝમાં ‘ગુડ્ડૂ’ પહેલા કોઈ બીજું પાત્ર ઑફર થયું હતુ, ત્યારબાદ અલીએ સિરીઝ કરવાની ના કહી દીધી હતી.

  મુન્નાનો રૉલ ઑફર થયો હતો

  એક વાતચીતમાં અલી ફઝલે સિરીઝની કહાની અને તેમાં પોતાના પાત્રને લઇને ચર્ચા કરી. અલીએ જણાવ્યું કે, “મને ગુડ્ડૂનું પાત્ર પસંદ આવ્યું હતુ, પરંતુ પહેલા મને કોઈ બીજું પાત્ર ઑફર થયું હતુ. મને લાગે છે કે કદાચ એ મુન્નાનો પાર્ટ હતો, જેને દિવ્યેંદુએ કર્યો છે. એ સમયે હું ગુડ્ડુના પાત્રમાં ઘુસી ગયો હતો, કેમકે મને લાગી રહ્યું હતુ કે હું આમાં ઘણું બધું કરી શકુ છું.” તેણે કહ્યું કે, “મને એવા પાત્રો પસંદ આવે છે જે મારા માટે અનપ્રેડિક્ટેબલ છે. જો હું આખી કહાનીને પહેલાથી જ જાણીલું તો એમાં કોઈ મજા નથી. કોઈ ટીમ વર્ક નહીં થાય, કેમકે અહીં ફક્ત હું એકલો વ્યક્તિ નથી.”

  કામ ના કરવા માટે ડેટ્સ ના હોવાનું બહાનું બનાવ્યું

  અલીએ આગળ કહ્યું કે, “આ કારણે મે બહાનું બનાવ્યું. મે કહ્યું કે મારી પાસે ડેટ્સ નથી, કંઇક કામ આવી ગયું છે અને મે આ છોડી દીધું. ત્યારબાદ ફરી મને કૉલ આવ્યો અને તેમણે કહ્યું કે તેઓ એકવાર પ્રયત્ન કરીને જોવા ઇચ્છે છે.” ત્યારબાદ શું થયું એ તો તમામ દર્શકો જાણે છે. મિર્ઝાપુરમાં ગુડ્ડુ પંડિતના પાત્રમાં અલી ફઝલે જીવ રેડી દીધો. જ્યાં પહેલી સીઝનમાં તેનો રૉમાન્ટિક અને ઝનૂની અંદાજ જોવા મળ્યો, તો આ વખતે એક્સ્ટ્રીમની પણ હદ જોવા મળી. શૉમાં તેના પાત્રને પણ દર્શકોએ ઘણો જ વખાણ્યો છે.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here