મુંબઇ પોલીસની છબી ખરાબ કરવા કાવતરૂ ઘડવામાં આવ્યુ : પોલીસ કમિશનર પરમબીર સિંહનો આરોપ

0
30

– અભિનેતા સુશાંત સિંહના રહસ્યમય મોતનો કેસ

– મુંબઇ પોલીસે સુશાંતના કેસની યોગ્ય તપાસ ન કરી હોવાનો અગાઉ આરોપ કરાયો હતો

બોલીવૂડના પ્રસિધ્ધ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતના મામલામાં મુંબઇ પોલીસની છબી ખરાબ કરવાનું કાવતરુ ઘડવામાં આવ્યુ હોવાનો આરોપ મુંબઇ પોલીસ કમિશનર પરમબીર સિંહે કર્યો હતો.

બાંદરાના ફલેટમાં ૧૪ જૂનના સુશાંતના મૃતદેહ મળી આવ્યો હતો તેણે ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી હોવાનુ પોલીસને પ્રાથમિક  તપાસમાં માલૂમ પડયુ હતુ. બીજીતરફ સુશાંતના મોતને લઇને વિવિધ ચર્ચા થઇ રહી હતી. મુંબઇ પોલીસની કામગિરીને લઇને શંકા વ્યકત કરવામાં આવી રહી હતી.

છેવટે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કેસની તપાસ સીબીઆઇને સોંપવામાં આવી હતી. અભિનેતા સુશાંતના કેસમાં ડ્રગ કનેકશનની નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો કરી રહી છે. જયારે આર્થિક વ્યવહારની તપાસ ઇડીના અધિકારીઓએ હાથધરી હતી.બીજીતરફ એમ્સના ડૉકટરની  ટીમે તપાસ બાદ સુશાંતે આત્મહત્યા કરી હોવાનુ જણાવ્યું હતું.

મુંબઇના પોલીસ કમિશનર પરમબીરે સિંહે કહ્યું હતું કે અભિનેતા સુશાંતના કેસની તપાસની સંપૂર્ણ માહિતી પોલીસે સુપ્રીમ કોર્ટને આપી હતી. તે સમાધાનકારક હતી. સત્ય હંમેશા સત્ય જ રહે છે. તે દરેક જણે ધ્યાનમાં રાખવુ જોઇએ સોશિયલ મીડિયામાં અનેક બનાવટી એકાઉન્ટસ તૈયાર કરવામાં આવ્યા હતા. જેના આધારે પોલીસની બદનામી કરવામાં આવી હતી. આ તમામ બનાવટી એકાઉન્ટસની તપાસ શરૃ છે. સીબીઆઇની તપાસ મુંબઇ પોલીસ કરતા અલગ નહોતી. અભિનેતાના મોતને લઇને જુદા જુદા રાજકીય પક્ષ એકબીજા પર આરોપ કરી રહ્યા છે.

નોંધનિય છેકે સુશાંતના મોતમાં કેસમાં કનેકશનની જાણ થયા બાદ તેની ગર્લફ્રેન્ડ અભિનેત્રી રિયા ચક્રવર્તી સહિત અનેકની ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત ટોચની અભિનેત્રીઓની કલાકો સુધી પૂછપરછ કરાય હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here