મુંબઇ સહિત મહારાષ્ટ્રમાં આવતા 4 દિવસ તોફાની વર્ષાનો વરતારો

0
81

– મેઘરાજાનો મીજાજ હજી કાયમ : વિદાય વિલંબમાં

– મુંબઇમાં 14,15,16 ઓક્ટોબરે યલો-ઓરેન્જ એલર્ટ : નાશિક,પુણે,સાતારા,અહમદનગર,જાલના,પરભણી નાંદેડ અને લાતુર માટે પણ યલો-ઓરેન્જ એલર્ટ

મુંબઇ સહિત મહારાષ્ટ્રના હવામાનમાં જબરો પલટો આવ્યો છે.આમ તો પરંપરાગત રીતે ઓક્ટોબરના આ દિવસો નૈઋત્યના ચોમાસાની વિદાયના હોય છે.આમ છતાં    હાલ  બંગાળના ઉપસાગરમાં   અચાનક  સર્જાયેલા ડીપ ડીપ્રેશનના(હવાના  હળવા દબાણનું  તીવ્ર   સ્વરૃપ) પરિબળથી    હવામાન ઉપરતળે થઇ ગયું છે એવી માહિતી હવામાન ખાતાએ આપી હતી.

હવામાન ખાતાના ં  ડાયરેક્ટર શુભાંગી ભૂતેએ  ગુજરાત સમાચારને એવી માહિતી આપી  હતી કે બંગાળના ઉપસાગરના  પશ્ચિમ-મધ્ય હિસ્સામાં  સર્જાયેલું  ડિપ્રશન આજે પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશા ભણી સરકીને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઇ ગયું છે. આવાં અચાનક  બદલાયેલા કુદરતી પરિબળથી મુંબઇ સહિત મહારાષ્ટ્રમાં વરસાદી માહોલ ફરીથી સક્રિય થયો છે.પરિણામે ચોમાસાની વિદાયની સમગ્ર પ્રક્રિયામાં પણ વિલંબ થશે.

હવામાન ખાતાનાં સૂત્રોએ એવો વરતારો આપ્યો હતો કે આવતા  ચાર દિવસ(૧૩,૧૪,૧૫,૧૬-ઓક્ટોબર) દરમિયાન કોંકણ(મુંબઇ,થાણે,પાલઘર,રાયગઢ,રત્નાગિરિ, સિંધુદુર્ગ),મધ્ય મહારાષ્ટ્ર( નાશિક,જળગાંવ,ધુળે,નંદુરબાર, અહમદનગર,પુણે, કોલ્હાપુર,સાતારા,સાંગલી,સોલાપુર) મરાઠવાડા( જાલના, ઔરંગાબાદ, પરભણી, બીડ,હિંગોળી,નાંદેડ,લાતુર અને ઉસ્માનાબાદ)માં  ભારેથી અતિ ભારે વર્ષા થાય તેવાં પરિબળો ઘૂમરાઇ રહ્યાં  છે.

મુંબ ઇ સહિત આખા કોંકણ માટે ૧૩,  ૧૪,૧૫,૧૬–યલો-ઓરેન્જ , મધ્ય મહારાષ્ટ્ર માં   પણ આ ચારેય દિવસો માટે   માટે યલો-ઓરેન્જ એલર્ટ તથા મરાઠવાડામાં પણ આવતા બે દિવસ માટે  યલો-ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી છે.

આમ પણ છેલ્લા બે-ત્રણ દિવસથી મુંબઇ સહિત મહારાષ્ટ્રના આ તમામ વિસ્તારોમાં ભારે ગાજવીજ  અને તોફાની પવન સાથે વરસાદી માહોલ પણ  સર્જાયો  છે.

આજે કોંકણના  લાંજામાં ૧૧ સેન્ટીમીટર,રાજાપુર-૧૦,દેવગઢ-૭,વૈભવવાડી-૭,કનકવલી–૬,સાવંતવાડી-૫,મધ્ય મહારાષ્ટ્રનાં  જત-૧૪,વીટા-૯,કડેગાંવ–૮,પંઢરપુર-૭,શેવગાંવ-૭,પન્હાળા-૭, પાથર્ડી-૫ અને મરાઠવાડાનાં સેળુ-૧૨,ઘણસાવંગી-૮, પાર્તુર-૮, હિંગોળી-૫ સેન્ટીમીટર વર્ષા થઇ  હોવાના સમાચાર મળે છે.મહારાષ્ટ્રનાં અમુક વિસ્તારોમાં તો ભારેવરસાદ  અને તોફાની  પવનનને કારણે  દ્રાક્ષના બગીચાને ઘણું નુકસાન થયું હોવાના સમાચાર પણ મળે  છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here