મુકેશ ખન્ના શક્તિમાન સીરિયલ પર આધારિત સુપરહીરો ફિલ્મ ફ્રેન્ચાઇઝી બનાવશે

0
68

– 90ના દાયકામાં આ સીરિયલ લોકપ્રિય થઇ હતી

૯૦ના દાયકામાં શખ્તિમાન સીરિયલ ભારતની પહેલી સુપરહીરો શો હતો. જેને મુકેશખન્નાએ ક્રિએટ કર્યો હતો તેમજ તેણે મુખ્યપાત્ર પણ ભજવ્યું હતું. શક્તિમાન સીરિયલ લોકપ્રિયતાની ચરમસીમા પર હતી ત્યારે મુકેશ ખન્નાએ તેને બંધ કરવાનો નિર્ણય લીધો હતો જે લોકોને સમજાયો નહોતો. 

તાજા રિપોર્ટને માનીએ તો, મુકેશ ખન્ના ફરી એક વખત દર્શકો સામે શક્તિમાનને લઇને આવવાનો નિર્ણય કર્યો છે. જોકે આ વખતે ટીવી પર નહીં પરંતુ રૂપેરી પડદે શક્તિમાન લાવવાનું પ્લાનિંગ કર્યું છે. 

મુકેશ ખન્નાએ શક્તિમાનના પાત્રના આધાર પર ત્રણ ફિલમોની એક સુપરહીરો ફ્રેન્ચાઇઝીની પ્લાન કરી રહ્યા છે. ઘણા સમય પહેલાથી તેમની આ યોજના છે, પરંતુ આર્થિક તંગીને કારણે ફ્લોર પર લાવી શકતા નથી. જોકે હવે તેમણે શક્તિમાન સુપરહીરો સીરીઝ બનાવાનો નિર્ણય લઇ લીધો છે. 

મુકેશ ખન્નાએ એક વાતચીત દરમિયાન કહ્યું હતું કે, દેશના ભરના બાળકોના મને સંદેશાઓ આવે છે કે શક્તિમાન પર એક સીરીઝ બનાવોય જોકે મારી પાસે સુપરહીરો ફિલ્મ બનાવાના એટલા રૂપિયા ન હોવાથી હું હજી સુધી બનાવી શક્યો નથી. હવે ચીજો યોગ્ય દિશામાં આગળ વધી રહી છે અને અમે જલદી જ આ પ્રોજેકટને શરૂ કરશું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here