મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ અને એશિયાનો સૌથી મોટો રોપ-વે આગામી 15 દિવસમાં તૈયાર!, જાણો રોપ-વેની ખાસિયતો

0
67

જૂનાગઢવાસીઓ અને પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ ગિરનાર ઉપરનું કામ હવે પૂર્ણ આરે પહોંચ્યું છે. આજે સાંસદ રાજેશ ચુડાસમાએ રોપ-વે સાઇટની મુલાકાત લઇ તમામ પ્રકારની માહિતી મેળવી હતી.

ગરવા ગિરનાર ઉપર સૌથી મોટો એશિયાનો રોપ વે બની રહ્યો છે અને આ રોપ-વે નું કામ હવે પૂર્ણતાને આરે પહોંચી ગયું છે. આગામી 15 દિવસમાં રોપ-વેની કામગીરી મહદ અંશે પૂર્ણ થઇ જશે. તેવી આશા આજે સાંસદ રાજેશ ચુડાસમાએ વ્યક્ત કરી છે.

આજે રાજેશ ચુડાસમાએ મુલાકાત લઈને જણાવ્યું હતું કે તમામ પ્રકારનું ટેસ્ટિંગ પૂર્ણ થઈ ચૂકી છે હવે માત્ર ફિનિશિંગ વર્ષ ચાલી રહ્યું છે, સાથે સાથે રોપ-વેની ટ્રોલીઓમાં વજન મૂકીને પરીક્ષણ કરવાની કામગીરી પણ પૂર્ણ થઈ ચૂકી છે અને આ કામગીરી ખૂબ જ સફળતાપૂર્વક પૂરી થઈ છે. જેથી હવે આગામી દિવસોમાં જરૂરી સર્ટિફિકેટની કામગીરી પૂરી કરી અને આરોગ્યનું લોકાર્પણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાણ કરવામાં આવશે.

Chania

PreviousNext

જુનાગઢ રોપ-વે ની ખાસિયત જોઈએ તો 2300 મીટર લંબાઈ અને 1000 મીટર ઊંચાઇ ધરાવતો આ એશિયાનો સૌથી મોટો રોપ વે છે. માત્ર સાત મિનિટમાં લોકો તળેટીથી અંબાજી સુધી પહોંચી જશે. ગિરનાર રોપ-વેમાં 25 ટ્રોલીઓ રાખવામાં આવી છે, જેમાં એક સાથે આઠ વ્યક્તિઓ બેસી શકે તેવી વ્યવસ્થા છે. આ બનાવવા માટે 9 ટાવર ઊભા કરવામાં આવ્યા છે. લોઅર સ્ટેશનમાં 3000 વ્યક્તિઓનો સમાવેશ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે, સાથે સાથે 25 ટ્રોલીઓમાંથી એક ટ્રોલી પૂરી પારદર્શક બનાવવામાં આવી છે. અપર સ્ટેશન ઉપર પણ 1500 વ્યક્તિઓનો સમાવેશ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

ગુજરાતના અન્ય બે રોપ-વેની સરખામણીમાં સૌથી લાંબો અને ઊંચો રોપ-વે ગિરનારનો છે. ગિરનાર રોપ-વેનું કામ પણ એક ચેલેન્જ રૂપ હતું. રોપ-વેની કામગીરી કરવા માટે પ્રથમવાર હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તમામ ટ્રોલીઓમાં ખાસ પ્રકારના સેન્સર લગાવવામાં આવ્યા છે. જેનાથી પક્ષીઓની અવરજવર બેસેલા વ્યક્તિઓનો વજન હવાની ગતિનું મોનિટરિંગ કરી શકાશે.

બીજું અન્ય કામ પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મિટિંગ યોજાશે અને કેટલા રૂપિયાની ટિકિટ તેમજ બીજા મહત્વના મુદ્દાઓ અંગે ચર્ચા કરી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાણ કરી કે ક્યારેક ખુલ્લો મુકવો તે અંગે ચર્ચા કરાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here