મોદી સરકારના ‘આત્મનિર્ભર ભારત અભિયાન’એ લાવ્યો રંગ, 5 જ મહિનામાં ચીનને બતાવી ઓકાત

0
113

મોદી સરકારના આત્મનિર્ભર ભારત અભિયાનને સારી સફળતા મળી રહી છે. આ નાણાકીય વર્ષ 2020-21ના પહેલા 5 મહિનામાં ચીનથી સાથે થયેલું વેપાર નુકસાન લગભગ અડધું થઈ ગયું છે. એપ્રિલથી ઑગષ્ટ 2020ની વચ્ચે વેપાર નુકસાન ગત વર્ષના આ સમયગાળા પ્રમાણે અડધું થયું છે. આનું મુખ્ય કારણ છે ચીનને થનારી ભારતીય નિકાસમાં વધારો અને કેન્દ્ર સરકાર દ્વારા આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત ઉઠાવવામાં આવેલા પગલાના કારણે આયાતમાં ઘટાડો.

ચીનથી આયાત પર અનેક પ્રકારના અંકુશ લગાવ્યા 

દેશમાં ચીન વિરોધી માહોલના કારણે સરકારે ચીનથી આવતી આયાત પર અનેક પ્રકારના અંકુશ લગાવ્યા છે. ત્યાંના અનેક પ્રકારના માલની ભારતમાં ડંપિંગને રોકવા માટે એન્ટી ડંપિંગ ફી લગાવવામાં આવી છે. બિઝનેસ સ્ટાન્ડર્ડના એક રિપોર્ટ પ્રમાણે, એપ્રિલથી ઑગષ્ટ 2020ની વચ્ચે ભારત અને ચીનની વચ્ચે થનારું વેપાર નુકસાન ફક્ત 12.6 અબજ ડૉલર ( લગભગ 93 હજાર કરોડ રૂપિયા)નું થઈ ગયું છે. નાણાકીય વર્ષ 2019-20ના આ સમયગાળામાં આ નુકસાન 22.6 અબજ ડૉલર હતુ. આ પહેલા પણ એટલે કે નાણાકીય વર્ષ 2018-19માં ભારતનું ચીનની સાથે વેપાર નુકસાન 23.5 અબજ ડૉલર હતુ.

ભારતે ચીન પર પોતાની વેપાર નિર્ભરતા ઓછી કરવાનો પ્રયત્ન કર્યો

આ વેપાર નુકસાનનો ઘટાડો થવાનું મુખ્ય કારણ વડાપ્રધાન મોદીના આત્મનિર્ભર ભારત અભિયાન અને ચીન સાથે સરહદ તણાવને માનવામાં આવી રહ્યું છે. ભારતે ચીન પર પોતાની વેપાર નિર્ભરતા સતત ઓછી કરવાનો પ્રયત્ન કર્યો છે. બીજી તરફ ભારતે ચીનને પોતાની નિકાસ વધારવાનો પ્રયત્ન કર્યો છે. ઑગષ્ટમાં સતત ચોથીવાર ચીનને થનારી નિકાસમાં 2 અંકોનો વધારો થયો છે. આ વધારો મુખ્ય રીતે ચીનને લોખંડ અને સ્ટીલની નિકાસમાં થનારા વધારાના કારણે છે. આ દરમિયાન ચીનને લોખંડ-સ્ટીલની નિકાસમાં લગભગ 8 ગણો વધારો જોવા મળ્યો છે.

જૂન મહિનામાં ચીનને થનારી નિકાસમાં 78 ટકાનો વધારો

એપ્રિલથી ઑગષ્ટની વચ્ચે ભારતને ચીનને થનારી નિકાસમાં 27 ટકાનો જબરદસ્ત વધારો જોવા મળ્યો છે. ગત વર્ષે આ જ સમયગાળામાં ચીનને નિકાસ ફક્ત 9.5 ટકા વધી હતી. જૂન મહિનામાં તો ચીનને થનારી નિકાસમાં 78 ટકાનો વધારો થયો. આ જ રીતે મેમાં 48 ટકા અને જુલાઈમાં 23 ટકા વધારો થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here