મોદી સરકાર આપી રહી છે સસ્તું સોનું ખરીદવાનો મોકો, અહીં રોકાણ કરવાના છે અઢળક લાભ

0
119

આજથી ફરી એકવાર લોકોને સોવરેન ગોલ્ડ બોન્ડ (Sovereign Gold Bond) ખરીદવાનો મોકો મળી રહ્યો છે. સોવરેન ગોલ્ડ બોન્ડની સાતમી સીરિઝ હેઠળ લોકોને 12 થી 16 ઓક્ટોબર સુધીમાં ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવાનો મોકો મળશે. આ માટે આરબીઆઈએ પ્રતિ ગ્રામ સોનાંની કિંમત 5,051 રૂપિયા નક્કી કરી છે. એટલે કે, 10 ગ્રામ સોનાંના બોન્ડની કિંમત 50,051 રૂપિયા છે. તે સોનાંના બજાર ભાવ કરતાં ઓછી કિંમત છે.

જે લોકો સોવરેન ગોલ્ડ બોન્ડ માટે ઓનલાઈન અરજી કરશે અને ડિજિટલ પેમેન્ટ દ્વારા ચૂકવણી કરશે તો તેઓને પ્રતિ ગ્રામ 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. અગાઉ 31 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર સુધી સીરિઝ 6 માટે 5,117 રૂપિયાનો ઈશ્યુ પ્રાઈસ નક્કી કરવામાં આવ્યો હતો. તો સોવરેન ગોલ્ડ બોન્ડની આઠમી સીરિઝ 9-13 નવેમ્બર દરમિયાન આવશે.

કેવી રીતે ખરીદશો સોવરેન ગોલ્ડ બોન્ડ?

સોવરેન ગોલ્ડ બોન્ડ તમે બોમ્બે સ્ટોક એક્સચેંજ (BSE), નેશનલ સ્ટોક એક્સચેંજ (NSE), સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (SHCIL) અથવા કોઈપણ મોટી કોમર્શિયલ બેંક અને આ બોન્ડના વેચાણ માટે નક્કી કરેલ પોસ્ટ ઓફિસથી તેની ખરીદી કરી શકો છો. આ સિવાય બેંકોની વેબસાઇટ પરથી પણ ઓનલાઇન ગોલ્ડ બોન્ડ ખરીદી શકાય છે. જો તમે તેના માપદંડ સાથે મેળ ખાઓ છે અને જરૂરી દસ્તાવેજો સબમિટ કરો છો, તો તમે ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરી શકો છો.

ગોલ્ડ બોન્ડ પર મેળવો 2.50 ટકા વ્યાજ

સોવરેન ગોલ્ડ બોન્ડમાં ઇશ્યૂના ભાવ પર દર વર્ષે 2.50%નું નિશ્ચિત વ્યાજ મળે છે. આ પૈસા દર 6 મહિને આપોઆપ તમારા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જાય છે. ફિઝિકલ ગોલ્ડ અને ગોલ્ડ ETFs પર તમને આ પ્રકારનો ફાયદો મળતો નથી. SGBની મેચ્યોરિટી પીરિયડ 8 વર્ષનો છે. પરંતુ રોકાણકારો ઈચ્છે તો 5 વર્ષ પછી તેમાંથી બહાર નીકળી શકો છો. લોન લેતી વખતે તમે કોલેટરલ તરીકે પણ સોવરેન ગોલ્ડ બોન્ડને વાપરી શકો છો. આ સિવાય આ બોન્ડ્સ NSE ઉપર પણ ટ્રેડ કરી શકો છો. જો સોનાંના બોન્ડની મેચ્યોરિટી પર મૂડી લાભ થાય છે, તો તેનાં પર મુક્તિ મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here