મોદી સરકાર માટે એકસાથે આવી 4 ખુશખબર, ઈકોનોમીને લઈ થશે ચિંતા દૂર

0
31

કોરોનાએ ભારમાં માર્ચથી પગપસેરો કર્યો હતો. કોરોનાને કાબૂમાં લેવા માટે મોદી સરકારે માર્ચના અંતિમ અઠવાડિયામાં લોકડાઉનની જાહેરાત કરી હતી. જેના કારણે દેશની તમામ આર્થિક પ્રવૃતિઓને મોટો ફટકો પડ્યો હતો. આજે પણ કેટલાક ઉદ્યોગો બંધ હાલતમાં છે. પણ આ વચ્ચે જ સરકાર માટે એકસાથે ચાર ખુશખબર સામે આવી છે.

કોરોના સંકટને કારણે ભારતીય અર્થવ્યવસ્થા પ્રભાવિત થઈ હતી. નાણકીય વર્ષ 2020-21ના પહેલાં ત્રિમાસિકમાં જીડીપી 23.9 ટકાનો ઘટાડો નોંધાયો હતો. પણ ઓક્ટોબર મહિનાના પહેલા દિવસે જ મોદી સરકાર માટે રાહત આપનાર ચાર ખબરો સામે આવી છે.

વીજળીની ખપતમાં વધારો

વીજળીની ખપતમાં વધારાથી અર્થવ્યવસ્થામાં સુધારાના સંકેત મળે છે. દેશની કુલ વીજળી ખપત સપ્ટેમ્બર મહિનામાં 5.6 ટકાથી વધીને 113.54 અરબ યુનિટ રહી છે. આ પહેલાં સતત 6 મહિના સુધી વીજળીની કુલ ખપતમાં ઘટાડો નોંધાયો હતો. વીજળી ખપતમાં વધારાનો મતલબ એ છે કે, કોરોના મહામારી વચ્ચે ઓદ્યોગિતક ગતિવિધિઓ ફરીથી ધમધમતી થઈ છે. વીજળી ખપતમાં એપ્રિલમાં 23.2 ટકા, મેમાં 14.9 ટકા, જૂનમાં 10.9 ટકા, જુલાઈમાં 3.7 ટકા અને ઓગસ્ટમાં 1.7 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

GST કલેક્શનમાં ઉછાળો

સરકારની તિજોરી ફરીથી ભરાવા લાગી છે. સપ્ટેમ્બરમાં જીએસટી કલેક્શનમાં શાનદાર ઉછાળો થયો છે. સપ્ટેમ્બરમાં જીએસટી કલેક્શન 95480 કરોડ રૂપિયા રહ્યું હતું. જે ગત વર્ષના મુકાબલે 4 ટકા વધારે છે. સપ્ટેમ્બર 2019માં જીએસટી કલેક્શન 91916 કરોડ રૂપિયા રહ્યું હતું. જ્યારે ગત મહિને એટલે ઓગસ્ટમાં જીએસટી કલેક્શન 86449 કરોડ રૂપિયા રહ્યું છે.

સપ્ટેમ્બરનો મેન્યુફેક્ચરિંગ PMI લગભગ 9 વર્ષના ઉચ્ચ સ્તર પર

સપ્ટેમ્બરમાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રથી પણ સારી ખબર સામે આવી છે. PMIના આંકડાઓ પ્રમાણે સપ્ટેમ્બરમાં મેન્યુફેક્ચરિંગ ગતિવિધિઓ સાડા આઠ વર્ષના ઉચ્ચ સ્તરે પહોંચી ગઈ છે. આઈએચએસ માર્કેટ ઈન્ડિયાનો મેન્યુફેક્ચરિંગ PMI સપ્ટેમ્બરમાં વધીને 56.8 પર પહોંચી ગયો છે. ઓગસ્ટમાં તે 52 પર હતો. પીએમઆઈ 50થી ઉપર હોવાનો મતલબ એ છે કે, મેન્યુફેક્ચરિંગ ગતિવિધિઓમાં વધારો થઈ રહ્યો છે. 2012 બાદ પીએમઆઈનો આ ઉચ્ચતમ સ્તર છે.

બેરોજગારી દરમાં પણ સુધારો

સપ્ટેમ્બરના અંતિમ અઠવાડિયામાં રાષ્ટ્રીય સ્તર પર બેરોજગારીદર ઘટીને 6.7 ટકા પર આવી ગયો છે. ઓગસ્ટમાં તે 8.3 ટકા નોંધાયો હતો. જ્યારે જુલાઈમાં 7.4 ટકા હતો. આમ બેરોજગારી દર ઘટવાનો અર્થ અર્થવ્યવસ્થામાં સુધારાના સંકેત તરીકે જોવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here