મોબાઇલની વિશ્વસનીયતા ચકાસવાનું સરકારી પોર્ટલ CEIR

0
51

નકલી મોબાઇલ ફોન માર્કેટને કાબૂમાં રાખવા અને મોબાઇલ ફોનની ચોરીને અટકાવવાના હેતુથી તેમજ ગ્રાહકના અંગત હિતોનું રક્ષણ કરવાના લક્ષ્ય સાથે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન (ડોટ) દ્વારા સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટ્રી (સીઈઆઈઆર) નામથી પોર્ટલની શરૂઆત કરાઇ છે.  જે પોર્ટલને મોબાઇલ ઓપરેટર્સના આઇએમઇઆઇ ડેટાબેઝ સાથે જોડવામાં આવ્યું છે. સીઇઆઈઆર બ્લેક લિસ્ટેડ મોબાઇલ ડિવાઇસીસને તમામ નેટવર્ક ઓપરેટર્સ સાથે શેર કરવા માટેના કેન્દ્રીય સિસ્ટમ તરીકે કાર્ય કરે છે. જેથી એક નેટવર્કમાં બ્લેકલિસ્ટ થયેલ મોબાઈલ ઉપકરણો અન્ય નેટવર્ક્સ પર ક્યારેય કાર્ય કરશે નહીં. ભલે મોબાઈલ ડિવાઇસમાં સિમ કાર્ડ બદલવામાં આવે.

મોબાઈલ ફોનની ચોરી થવી, પડી જવો, કાંતો ભૂલી જવા જેવી ઘટના બનતી જ હોય છે. તેવા સંજોગોમાં મોબાઇલ ફોનને પુનઃ પ્રાપ્ત કરવા માટે ઘણા તબક્કામાંથી પસાર થવું પડે છે. સૌથી પહેલા પોલીસ સ્ટેશનમાં જઈને મોબાઈલ ખોવાયો માટેની અરજી આપવી પડે છે. ત્યારબાદ તે અરજીને આધારે મોબાઈલ ઓપરેટર પાસે જઈને નવું સિમ કાર્ડ મેળવવા માટેની પ્રક્રિયા હાથ ધરવી અને ત્યારબાદ લોગીન આઈડી અને પાસવર્ડની મદદથી લોગીન થઈ ને માય એક્ટિવિટીમાં જઈને ડેટા રિકવર કરવો અથવા મોબાઇલને લોક કરવો. ત્યારબાદ અલગ અલગ મોબાઇલ ઓપરેટર દ્વારા તે આઇએમઇઆઇ નંબર પર સતત વોચ રાખવામાં આવે અને તેની ભાળ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવે. પરંતુ આ એક ખૂબ જ લાંબી પ્રક્રિયા છે અને કેટલીક વાર આ પ્રક્રિયામાં વધારે સમય લાગે તો કેટલીક વાત મોબાઇલ પાછો મળતો પણ નથી.

પરિણામે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન દ્વારા સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટ્રી (સીઈઆઈઆર) ર્સિવસ શરૂ કરવામાં આવી છે. જે પોર્ટલની વેબસાઈટ www.ceir.gov.in છે. જેમાં તમામ મોબાઇલ ઓપરેટરના આઇએમઇઆઇ નંબરના ડેટાબેઝમાં દાખલ કરી દેવાયા છે. જો કોઈ વ્યક્તિનો મોબાઇલ ખોવાઇ જાય છે કે ચોરાઇ જાય છે તો એ વ્યક્તિ એ આ પોર્ટલ પર જઇને ત્યાં એક માત્ર ફોર્મ ભરીને પોતાના મોબાઇલના આઇએમઇઆઇની વિગત આપવાની હોય છે. જેના થકી યૂઝર્સ પોતાનો ખોવાયેલો ફોન કાયમ માટે કે અમુક ચોક્કસ સમય માટે લોક પણ કરી શકે છે. પરિણામે જો કોઈ વ્યક્તિ એ ફોન વાપરવાનો પ્રયત્ન કરે તેમાં કોઈપણ બીજી કંપનીનું સિમકાર્ડ નાંખવામાં આવે તો પણ આઇએમઇઆઇ બ્લોક હોવાને લીધે મોબાઇલનો ઉપયોગ કરી શકાશે નહીં.

કેવાયએમ શું છે? 

જૂનો મોબાઈલ લેતા પહેલા મોબાઇલના કેવાયએમને ચેક કરવા ખૂબ જ જરૂરી છે. કેવાયએમનો અર્થ થાય છે, TO KNOW YOUR MOBILE. જેનાથી એ જાણી શકાય છે કે, આપણે જે જૂનો મોબાઇલ ખરીદવા જઈ રહ્યા છે. એનો IMEI નંબર બ્લેક લિસ્ટ તેમજ અન્યના વપરાશમાં તો નથી ને. કેવાયએમ માટે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન દ્વારા પ્લે સ્ટોર તેમજ એપ સ્ટોર પર KYM-KNOW YOUR MOBILE (BY CDOT) એપ્લિકેશન પણ મૂકવામાં આવી છે. સૌપ્રથમ આ સેવા દિલ્હી અને મહારાષ્ટ્ર માટે શરૂ કરાઇ હતી. ધીમે ધીમે આ સેવાને આખા ભારત દેશમાં વિસ્તારવામાં આવશે.

મોબાઈલનો IMEI નંબર કેવી રીતે મેળવવો ? 

મોબાઇલનો આઇએમઇઆઇ નંબર બિલ ઉપર લખેલો હોય છે. તેમજ મોબાઈલના બોક્સ પરથી પણ તે નંબર મેળવી શકાય છે. જો તે કરવું શક્ય ન હોય તો તમારા મોબાઇલમાં *#06# કોડ ડાયલ કરીને પણ મેળવી શકાય છે. યૂઝર્સ દ્વારા જો ફોન બિલ સાથે ખરીદવામાં આવ્યો હોય તો તે બિલ સાચવી રાખવું જોઇએ. જેથી ભવિષ્યમાં ફોનનો આઇએમઇઆઇ નંબર જરૂર પડે મુશ્કેલી ન આવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here