યુધ્ધ થાય તો ભારતની ટી-90 ટેન્કો સામે ચીનની હળવી ટેન્કો ટકી નહી શકે

0
71

ચીન સાથે વધતા જતા તનાવની વચ્ચે ભારતે લદ્દાખના દુર્ગમ વિસ્તારોમાં પોતાની સૌથી શક્તિશાળી ટી-90 ટેન્ક તૈનાત કરી છે.આ ટેન્કને ભારતીય સેનાએ ભિષ્મ નામ આપ્યુ છે.

ભારતે જે વિસ્તારમાં ટેન્કો તૈનાત કરી છે તેવા વિસ્તારમાં અત્યાર સુધી દુનિયાનો કોઈ દેશ ટેન્ક તૈનાત કરી શક્યુ નથી.ટી-90 ટેન્કોની ઘરેરાટીથી લદ્દાખની પહાડીઓ ગાજી રહી છે.ચૂમર અને દેમચોક વિસ્તારમાં ટેન્કોની તૈનાતીથી ચીનનુ ટેન્શન વધ્યુ હશે તે નક્કી છે.

ભારતીય સેનાના ટેન્ક કમાન્ડરે કહ્યુ હતુ કે, ચીનની હળવી વજનની ટેન્કો ભિષ્મ ટી-90 ટેન્કો સામે ટકી શકે તેવી કોઈ શક્યતા નથી.ઉલ્લેખનીય છે કે ટી 90 ટેન્ક દુનિયાની સૌથી શક્તિશાળી ટેન્કોમાં સામેલ છે.કમાન્ડરે કહ્યુ હતુ કે, જો યુધ્ધ જેવી સ્થિતિ સર્જાય અને ટેન્કોને પણ મેદાનમાં ઉતરવુ પડે અને ચીન લાઈટ ટેન્કોને યુધ્ધમાં ઉતારે તો ખાતરી સાથે કહી શકું છું કે તે ટી-90 અને ટી-72 ટેન્ક સામે નહીં ટકી શકે.

તાજેતરમાં જે રિપોર્ટ ભારતને મળ્યા હતા તે પ્રમાણે ચીને ટી-15 નામની હળવી વજનની ટેન્કો આ વિસ્તારમાં તૈનાત કરી છે.ચીનનુ માનવુ છે કે, પહાડી વિસ્તારમાં હળવી ટેન્કો વધારે અસરકારક સાબિત થઈ શકે છે.

એક બીજા ટેન્ક કમાન્ડરે કહ્યુ હતુ કે, ટી-90 અને ટી-72 માઈનસ ચાલીસ ડિગ્રી તાપમાનમાં પણ કામ કરવા માટે સક્ષમ છે.ટી 90 ટેન્ક રશિયન ટેન્ક છે અને રશિયામાં પણ મોટાભાગે ભારે ઠંડી પડતી હોય છે.આમ ટી-90 ટેન્કને ઠંડા વાતાવરણમાં  કામ કરી શકે તે રીતે જ ડિઝાઈન કરાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here