યુનિફોર્મ પહેરીને નેતાગીરી નહીં કરો, હા…, જનરલ રાવત પર ભડક્યું પાકિસ્તાન

    0
    16

    જનરલે ચીન અને પાકિસ્તાનને સખણા રહેવાનું કહ્યું હતું

    ચીન અને પાકિસ્તાનને સખણા રહેવાની ચીમકી આપનારા ભારતીય લશ્કરના ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (સીઓડી) જનરલ રાવત પર પાકિસ્તાન ભડક્યું હતું અને કહ્યું હતું કે લશ્કરી ગણવેશ પહેરીને નેતાઓની  ભાષા નહીં બોલો…

    જનરલ રાવતે જરાય શબ્દો ચોર્યા વિના કહ્યું હતું કે છેલ્લા ત્રણ સાડા ત્રણ દાયકાથી પાકિસ્તાનનું લશ્કર અને આઇએસઆઇ ભારતમાં આતંકવાદી હુમલા દ્વારા પ્રોક્સી વૉર લડી રહ્યું હતું. ઇટ્સ ઇનફ.

    પાકિસ્તાને સોશ્યલ મિડિયા પર ભારત વિરોધી પ્રચાર શરૂ કર્યો હતો અને જનરલ બિપિન રાવતના નિવેદનની આકરી ટીકાકરી હતી. પાકિસ્તાનના વિદેશ મંત્ર્યાલયે શુક્રવારે એક નિવેદન પ્રગટ કરીને કહ્યું હતું કે જનરલ બિપિન રાવતના પાકિસ્તાન વિશેના બેજવાબદાર અને બિનજરૂરી વિધાનની આકરી ટીકા કરીએ છીએ. તેમનું આ નિવેદન ખોટી સમજની સાથોસાથ લશ્કરી હોદ્દેદાર હોવા છતાં રાજનેતાની જેમ વર્તવાની તેમની આદતનું પ્રતિબિંબ પાડતું હતું. પાકિસ્તાને કહ્યું હતું કે જનરલ રાવતની વિચારધારા આર એસ એસ અને ભાજપની વિચારસરણીને મળતી આવે છે. એ અંતિમવાદી હિન્દુત્વ અને વિસ્તારવાદી અખંડ ભારતની કલ્પનાને પ્રોત્સાહિત કરતું હતું. આ વિચારધારા ભારતીય લશ્કર સહિત ઘણી સંસ્થાઓમાં પગપેસારો કરી ચૂકી હતી એ અત્યંત દુઃખદ ઘટના હતી. ભારતના સીઓડી દ્વારા કરાયેલી આ નિવેદનબાજી ભારતની આંતરિક અને બાહરી ભૂલોને ઢાંકી નહીં શકે.

    પાકિસ્તાને એવો આક્ષેપ કર્યો હતો કે ભારતમાં હિન્દુત્વના નામે લઘુમતીને હેરાન કરવામાં આવે છે, મોબ લિંચિંગ થાય છે અને મસ્જિદો તોડી નાખવામાં આવતી હતી.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here