યુપીમાં રાષ્ટ્પતિ શાસન લાગુ કરીને યોગીને ગોરખપુર મઠ પાછા મોકલી દોઃ માયાવતી

0
69

લખનૌ, તા.1 ઓક્ટોબર 2020, ગુરૂવાર

હાથરસમાં દલિત યુવતીની ગેંગરેપ બાદ ક્રુરતાપૂર્વક હત્યા કરાયા બાદ આખા દેશમાં ગુસ્સાનો માહોલ છે.હવે યુપીના પૂર્વ મુખ્યમંત્રી અને બસપાના પ્રમુખ માયાવતી પણ વિવાદમાં પૂરાજોશથી કુદી પડ્યા છે.

માયાવતીએ યોગી સરકાર પર અત્યાર સુધીનો સૌથી આક્રમક હુમલો કરતા કહ્યુ છે કે, યોગી સરકાર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સંભાળવામાં નિષ્ફળ ગઈ છે.એક દિવસ એવો જતો નથી કે જ્યારે મહિલાઓ સામે કોઈ પણ અપરાધ ના થયો હોય.માયાવતીએ કહ્યુ હતુ કે, જો તેઓ કાયદો વ્યવસ્થા સંભાળી ના શકતા હોય તો રાજીનામુ આપી દે.હું કેન્દ્ર સરકારને અપીલ કરુ છું કે, યુપીમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે અને યોગીને ગોરખપુર મઠ મોકલી દેવામાં આવે.રાજ્યની જનતાના હિતમાં રાષ્ટ્રપતિ શાસન જરુરી છે.

તેમણે કહ્યુ હતુ કે, રાજ્યમાં અપરાધીઓ, માફિયા અને બળાત્કારીઓ બેલગામ થઈ ચુક્યા છે.યોગી સરકાર તેમને રોકવામાં નિષ્ફળ ગઈ છે.હાથરસ કાંડ પછી મને હતુ કે, રાજ્યમાં સરકાર ગુનેગારો સામે કડક વલણ અપનાવશે પણ ત્યાં તો બલરામપુરમાં પણ રેપ બાદ એક વિદ્યાર્થિનીની હત્યા કરી દેવાઈ છે.ગુનેગારોની હિંમત વધી ગઈ છે અને સરકાર લાચાર બની ચુકી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here