રહસ્યમય કાર્ડ (ટેરટ) દ્વારા સાપ્તાહિક રાશિ ભવિષ્ય

  0
  35

  – બુધવાર 7 ઓક્ટોબરથી મંગળવાર 13 ઓક્ટોબર સુધી

  દીપીકા પાદુકોણ :  નાર્કોટિક્સ અધિકારીઓ દ્વારા હાલમાં અભિનેત્રીઓના ડ્રગ્સ કનેકશનમાં જુદા જુદા નામો આવેલા છે અને સુશાંત રાજપૂતના છેલ્લા એક મહિનાથી થઇ રહેલી તપાસના અનુસંધાનમાં ૨૮ સપ્ટેમ્બર શનિવારના રોજ એન.સી.બી. દ્વારા દીપીકા પાદુકોણની પૂછપરછ થઇ હતી. બેડમિંટન પ્લેયર પ્રકાશ પાદુકોણને ત્યાં ૫ જાન્યુઆરી ૧૯૮૬ના રોજ કોપન હેગન ડેન્માર્કમાં દીપીકાનો જન્મ થયેલો છે અને નાનપણમાં નેશનલ લેવલ પર બેડમીંટન ચેમ્પીયનશીપ રમી ચૂકેલી છે. . તેની જન્મકુંડળીમાં ચંદ્ર સાથે મંગળ અને કેતુ છે તથા ચંદ્રની પ્રતિયુતિમાં રાહુ છે પરિણામે ‘સોબત તેવી અસર’ હોવાની શક્યતા નકારી શકાતી નથી. ડ્રગ્સ લેનાર વ્યક્તિઓના સંબંધોના કારણે તેને છાંટા ઊડી શકે. ચતુર્થ સ્થાને રહેલા ગુરૂની કર્મ સ્થાન પર ઉચ્ચની દ્રષ્ટિ હોવાથી ટાઈમ્સ મેગેઝીનમાં પણ  ૨૦૧૮માં ૧૦૦ પ્રતિભાશાળી પ્રભાવશાળી વ્યક્તિઓમાં તેનું નામ હતું. ચંદ્ર કર્મેશ છે અને રાહુની પ્રતિયુતિમાં હોવાથી તેની પ્રતિષ્ઠાને હાલમાં અસર થયેલી જોવા મળી છે. વર્તમાન સમય દરમ્યાન જન્મનાં તુલા રાશિના ચંદ્ર પર ગોચરના શનિની દ્રષ્ટિ છે, કર્મસ્થાન પર પણ શનિની દ્રષ્ટિ હોવાથી ડ્રગ્સ મામલે તેની સમસ્યા ૨૦ નવેમ્બર સુધી રહેશે તથા ૨૦ નવેમ્બર ૨૦૨૦થી ૬ એપ્રિલ ૨૦૨૧ દરમ્યાન આ સમસ્યામાંથી તે છૂટકારો મેળવી શકશે.

  – ઈન્દ્રમંત્રી

   મેષ (અ. લ. ઇ. )

  The Tower- ધ ટાવરનું કાર્ડ તમારી આળસવૃત્તિ ખંખેરી જે કાર્યો કરવા માંગતા હો તેના તરફ ધ્યાન આપવા સૂચવી જાય છે. એકાદ હૃદયસ્પર્શી ઘટના બનશે જેની શુભાશુભ અસર જન્મનાં ગ્રહોને આધીન રહેશે. વાણી પર સંયમ જાળવજો. તા. ૮, ૯, ૧૦ શુભ.

    વૃષભ (બ. વ. ઉ.)

  Eight of cups :  એઇટ ઓફ કપ્સનું કાર્ડ કોઈ સમસ્યાને લઇ તમે દુ:ખી હોવાનું સૂચવી જાય છે. મક્કમ મનથી સમસ્યાનો સામનો કરજો નહિ તો આરોગ્ય અંગે તકલીફ ઉભી થશે. મહત્ત્વનાં સમાચાર સપ્તાહ દરમ્યાન પ્રાપ્ત થશે. તા. ૭, ૧૧, ૧૨ શુભ.

    મિથુન (ક. છ. ઘ.)

  The Emperor ધ એમ્પેરરનું કાર્ડ તમારી મહત્ત્વાકાંક્ષાઓ પૂર્ણ કરી શકવાની તક પ્રાપ્ત થવાનું સૂચવે છે. ખર્ચાઓ નવી ખરીદી અંગે થશે. કૌટુંબિક બાબતો મહત્ત્વની બનશે. ભવિષ્યનું આયોજન કરવામાં હશો તે થઇ શકશે. તા. ૮, ૯, ૧૦, ૧૩ શુભ.

    કર્ક (ડ. હ.)

  Four of swords ફોર ઓફ સ્વોર્ડસનું કાર્ડ તમારા કાર્યોની પ્રગતિ માટે મૌન ન રહેવા  સૂચવી જાય છે. આળસવૃત્તિ ખંખેરી કાર્યોને ઉકેલવામાં લાભ રહેલો જણાવી શકાય. સ્વજનો સાથે અગત્યની ચર્ચા-વિચારણા કરી શકશો. તા. ૭, ૧૧, ૧૨ શુભ.

    સિંહ (મ. ટ.)

  The Wheel of fortune ધ વ્હીલ ઓફ ફોર્ચ્યુનનું કાર્ડ તમે  જે જે કાંઈ નવું કરવા ઇચ્છી રહ્યા હો તેનો અમલ કરવા સૂચવી જાય છે. તમારા કાર્યક્ષેત્રે નવાં લાભદાયક ફેરફારો આવશે. નાણાંકીય તકલીફો ધીરે ધીરે દૂર થશે. તા. ૭, ૮, ૯, ૧૦, ૧૩ શુભ.

   કન્યા (પ. ઠ. ણ.) 

  The Star ધ સ્ટારનું કાર્ડ તમારી બૌદ્ધિક પ્રતિભા દર્શાવવાની તક પ્રાપ્ત થવાનું સૂચવે છે. મનગમતા કાર્યો ઇચ્છા પ્રમાણે કરી શકો તેમાં તમારી હોંશિયારી આવડતનો ઉપયોગ અનિવાર્ય બનશે. ધાર્મિક યાત્રાનો યોગ ઉદ્ભવશે. તા. ૮, ૯, ૧૦, ૧૧, ૧૨ શુભ.

   તુલા (ર. ત.) 

  Five of wands ફાઈવ ઓફ વોન્ડસનું કાર્ડ ન જેવી બાબતોમાં કોઇની સાથે વિવાદ થવાનું સૂચવે છે, સંઘર્ષથી દૂર રહેવું હિતાવહ જણાવી શકાય. તમારા કાર્યક્ષેત્રે જવાબદારીઓ વધશે. નોકરિયાત વર્ગની વ્યક્તિઓ માટે સ્થળાંતર થશે. તા. ૧૧, ૧૨, ૧૩ શુભ.

   વૃશ્ચિક (ન. ય.)

  TWo of wands ટુ ઓફ વોન્ડસનું કાર્ડ તમારા જ્ઞાાન અને અનુભવોને આધારે  ભવિષ્ય માટે આયોજનનું વિચારવા સૂચવી જાય છે. વર્તમાન સમય દરમ્યાન જીવનમાં આવી રહેલા ફેરફારોને સ્વીકારી આગળ વધવા તૈયાર રહેવું લાભદાયક નીવડશે. તા. ૭, ૧૩, શુભ.

   ધન (ભ. ધ. ફ. ઢ.)

  The Lovers ધ લવર્સનું કાર્ડ અવિવાહિતો માટે લગ્ન અંગે નિર્ણય લેવાનુ અને  જીવન સાથીની પસંદગી કરવાનું સૂચવે છે. કુટુંબમાં નજીકના ભવિષ્યમાં શુભ પ્રસંગની ઉજવણી થશે. જીવનસાથીનો સહકાર મળી શકે. શુભસમાચાર પ્રાપ્ત થશે. તા.૭,૮,૯,૧૦ શુભ.

   મકર (ખ. જ.)

  Temperance ટેમ્પરન્સનું કાર્ડ કોઇની સાથે થયેલું મનદુ:ખ  ભૂલી જઇને નવા સંબંધો સ્થાપિત કરવાનું સૂચવે  છે.  મોટું મન ભૂલને સરળતાથી ક્ષમા આપી શકશે. વર્તમાન સમય જીવનમાં લાભદાયક ફેરફારો આપનાર પૂરવાર થશે. તા. ૮, ૯, ૧૦, ૧૧, ૧૨ શુભ.

   કુંભ (ગ. શ. સ. ષ.)

  Seven of cups સેવન ઓફ કપ્સનું કાર્ડ તમે જે કાંઈ સ્વપ્નો જોઈ તેને પૂર્ણ કરવા વિચારતા હો તે માટે પરિશ્રમ અનિવાર્ય છે. આરોગ્ય અંગે સાવચેતી રાખવી વિશેષ કોરોનાની આ પરિસ્થિતિમાં ભયરહિત થઇ ન ફરવું. તા. ૧૧, ૧૨, ૧૩ શુભ.

   મીન (દ. ચ. ઝ. થ.)

  The Devil ધ ડેવિલનું કાર્ડ એકાદ કાર્યમાં તમારી કસોટી થવાનું સૂચવી જાય છે. કોઈ વ્યસન હોય તો તેનાથી દૂર રહેવું અન્યથા ભવિષ્યમાં ગંભીર બિમારીના ભોગ બનવાનું આવશે.  આવેશાત્મક  ઉતાવળિયા નિર્ણયો ન લેવા. તા. ૭, ૧૩, શુભ.

  [WP-STORY]

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here