રાજકોટમાં દુષ્કર્મનો ભોગ બનેલી પીડિતા સાથે પોલીસનું ગેરવર્તન, યુવતીએ ફિનાઇલ પીધું

0
25

મહિલાઓ પર થતા દુષ્કર્મ અને તેની સુરક્ષાના મુદ્દે દેશભરમાં ઉહાપોહ મચ્યો છે. ત્યારે રાજકોટમાં રહેતી એક યુવતી પર દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે. ધર્મના ભાઈના મિત્રએ લગ્નની લાલચ આપી રાજકોટથી દિવ લઈ જઈ જામનગરના શખ્સે હવસનો શિકાર બનાવ્યાની રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.

જામનગરના વતની કેતન કાસુંન્દ્રા સામે આરોપ છે યુવતીને લગ્નની લાલચ આપી હવસનો શિકાર બનાવી. રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં જસદણની વતની અને રાજકોટમાં પીજીમાં રહેતી યુવતીએ કેતન કાસુંન્દ્રા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેને ધર્મના ભાઈએ તેના મિત્ર સાથે ઓળખાણ કરાવી હતી. અને એક-બીજાના મોબાઈલ નંબરની આપલે કરી હતી. આરોપી યુવતીને રાજકોટથી દિવ લઈ જઈ લગ્નની લાલચ આપી 3-3 વખત દુષ્કર્મ આચર્યું હતું. જોકે યુવતીએ લગ્ન કરવાનું કહેતા આરોપી કેતને માતા-પિતા ના પાડતા હોવાનું કહી લગ્ન કરવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ યુવતી શુક્રવારે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવવા પહોંચી ત્યારે પોલીસે ફરિયાદ ન નોંધતા પોલીસ સ્ટેશનમાં જ ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

પોલીસના કહેવા મુજબ, આરોપીએ યુવતીના ફોન ઉપાડવાનું બંધ કર્યા બાદ ભોગ બનનાર યુવતી જામનગર પહોંચી હતી અને આરોપીને ફોન કર્યા હતો. આરોપીએ ઘરે આવવાની ના પાડી દીધી હતી અને બસ સ્ટેશન પાસે મળવા બોલાવી હતી. જ્યાં બન્ને વચ્ચે ઝઘડો થયો હતો અને યુવતીએ 181 મહિલા હેલ્પ લાઈનમાં ફોન કરી પોલીસમાં અરજી કરી હતી. આરોપી કેતનના માતા-પિતાને પોલીસે બોલાવી કાઉન્સેલિંગ કરતા બે મહિનામાં બન્નેના લગ્ન કરવી આપશે તેવી ખાત્રી આપી હતી. જોકે હજુ લગ્ન ન કરાવ્યા મામલો પોલીસ ફરિયાદ સુધી પહોંચ્યો હતો.

હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે. લગ્નની લાલચ આપી દુષ્કર્મની ઘટના પ્રથમ વખત નથી બની પરંતુ દેશભરમાં યુવતીઓની સુરક્ષાને લઈને સવાલો ઉઠી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here