રાજનાથ સિંહના નિવેદનથી પાકિસ્તાનને બરાબરના મરચાં લાગ્યા

0
84

ગૃહમંત્રી રાજનાથ સિંહના સરહદ વિવાદને લઇ આપવામાં આવેલા નિવેદન પર પાકિસ્તાને પ્રતિક્રિયા આપી છે. ગૃહમંત્રી રાજનાથ સિંહે સોમવારના રોજ કહ્યું હતું કે પાકિસ્તાન અને ચીન એક મિશનની અંતર્ગત ભારતની સાથે સરહદ વિવાદ પેદા કરી રહ્યા છે. પાકિસ્તાને આ ટિપ્પણીને બિન-જરૂરી અને ગેરજવાબદાર ગણાવી છે.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયની તરફથી આપવામાં આવેલા નિવેદનમાં કહ્યું છે કે ભારતીય ગૃહમંત્રી રાજનાથ સિંહની ટિપ્પણી એ દેખાડે છે કે તેમની સરકાર પાકિસ્તાનને લઇ કેટલી વધુ ઓબ્સેસડ છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવકતાએ પાકિસ્તાન-ચીનની દોસ્તીની વિરૂદ્ધ ભારતના કથિત પ્રોપેગેન્ડાની પણ આલોચના કરી.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના નિવેદનમાં કહ્યું છે કે એવો દેશ જે વિસ્તારવાદી નીતિ પર ચાલી રહ્યો છે અને આતંકવાદને પ્રોત્સાહિત કરી રહ્યો છે, તેની બીજા દેશો પર આવા આરોપ લગાવા હાસ્યાસ્પદ છે. વૈશ્વિક સમુદાયને અંદાજો છે કે આરએસએસ-ભાજપને મૌકાપરસ્ત સરકાર ક્ષેત્રની શાંતિ, સ્થિરતા અને સુરક્ષાને ખતરામાં નાંખી રહ્યા છે. ભારત પોતે જ નહીં પરંતુ પાડોશી દેશોની સાથે સરહદ વિવાદ ઉભો કરી રહ્યા છે પરંતુ તેમના શાંતિપૂર્ણ સમાધાનથી પણ દૂર ભાગી રહ્યા છે.

પાકિસ્તાને કહ્યું કે ક્ષેત્રની શાંતિ અને સ્થિરતાને ખતરામાં નાંખવી, હિન્દુ અતિવાદીઓ અને અખંડ ભારતની વિાચરધારાનો ઉપકરણ તરીકે ઉપયોગ કરવાની જગ્યાએ ભારતે પોતાની ભૂલો સુધારવી જોઇએ. ભારતે પોતાના આક્રમક એજન્ડા છોડીને પાડોશી દેશોની સાથે સરહદ વિવાદ ઉકેલવો જોઇએ.

પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ પણ સોમવારના રોજ કાશ્મીરને લઇ પોતાની ભડાસ કાઢી હતી. કુરૈશીએ દાવો કર્યો કે પાકિસ્તાને કાશ્મીર પર ભારતના નેરેટિવને યોગ્ય રીતે કાઉન્ટર કર્યું અને તેમની વિદેશ નીતિ સફળ રહી. આજે આંતરરાષ્ટ્રીય સમુદાય અને મીડિયા ભારતના નેરેટિવ પર આંખ બંધ કરી વિશ્વાસ કરી રહ્યા નથી પરંતુ તેઓ તેને પ્રશ્ન પૂછી રહ્યા છે. આજે પાકિસ્તાન ભારતના નેરેટિવને સફળતાપૂર્વક કાઉન્ટર કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here