રાજસ્થાનના DGPએ દુષ્કર્મના કિસ્સા વધવાનું આપ્યું ચોંકાવનારું કારણ, કહ્યું આ એક નવો ટ્રેન્ડ

0
88

દેશમાં હાથરસ સહિત જુદા-જુદા ભાગોમાં દુષ્કર્મની ઘટનાઓથી લોકોમાં ગુસ્સો ભભૂકી ઉઠ્યો છે. આ બધાની વચ્ચે રાજસ્થાનના ડીજીપી ભૂપેન્દ્રસિંહ યાદવે વધતા રેપ કેસને લઇ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે હવે સંપત્તિના વિવાદ અથવા પરસ્પર ઝઘડાનો બદલો લેવા માટે પણ દુષ્કર્મના ક્રોસ કેસ નોંધાઇ રહ્યા છે, જે એક નવો ટ્રેન્ડ બની રહ્યો છે. પીડિતાને ન્યાય મળવામાં મોડું થાય છે તે પણ એક ગંભીર મુદ્દો છે.

ડીજીપી ભુપેન્દ્રસિંહ યાદવે કહ્યું કે ઇન્ટરનેટ પર ગુનાહિત સામગ્રીઓ પણ મોટાપાયે પ્રસારિત થઇ રહી છે, જે સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. પોલીસે પોતાના સ્તર પર ડઝનબંધ સાઇટ્સને હટાવી દીધી છે. સાઇટ્સને હટાવ્યા બાદ પણ નવી-નવી સાઇટ્સ બની જાય છે, જેના પર પોલીસ વિભાગ સંપૂર્ણ નિયંત્રણ કરવાની કોશિષ કરી રહ્યું છે.

ડીજીપી ભૂપેન્દ્રસિંહ યાદવે કહ્યું કે રાજસ્થાનમાં હિંસક ગુનાઓ વધી રહ્યા છે. તેના ઘણા બધા કારણો હોઇ શકે છે, જેમાં વસતી, બેરોજગારી અને ઇન્ટરનેટ પરથી ગુનાહિત પ્રવૃત્તિઓ માટે પ્રેરણા લેવાનો સમાવેશ થાય છે. પોલીસ બાળકોને શક્ય તેટલું શિક્ષિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે અને પરિવારના સભ્યોને પણ આ સંદર્ભમાં સમજાવવું જોઈએ કે ઇન્ટરનેટનો ઉપયોગ ફક્ત સકારાત્મક કાર્યો માટે જ કરવામાં આવે.

ડીજીપી ભૂપેન્દ્રસિંહ યાદવે કહ્યું કે સાયબર ક્રાઈમ અટકાવવા માટે એક નવો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે અને એક નવો સેલ બનાવવામાં આવ્યો છે જેમાં બહારના નિષ્ણાતો પણ સામેલ છે. સોશિયલ મીડિયા દ્વારા થતા ગુનાઓ પર નજર રાખવામાં આવશે અને અલબત્ત સોશિયલ મીડિયા દ્વારા કરવામાં આવેલા ગુનાઓ પર લગામ લગાવવી ખૂબ જ જરૂરી છે.

પોલીસ કર્મચારીઓને મળેલી ફરિયાદો અંગે ડીજીપી ભુપેન્દ્રસિંહ યાદવે કહ્યું કે ફરિયાદનું મુખ્ય કારણ એ છે કે દરેક વ્યક્તિ પોલીસ કર્મચારીની અપેક્ષા રાખે છે અને તે જરૂરી નથી કે દરેક વ્યક્તિ શાલીન હોય અને શાલીન હોવા માટે કોઇપણ રેન્કનો કોઇ તાલ્લુક નથી. જે વ્યક્તિ ભૂલ કરે છે અને ભૂલ કરતી હોવાનું સામે આવે છે તેની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here