રાજસ્થાન સામેના મુકાબલા પહેલા જ દિલ્હીને જોરદાર ઝાટકો, આ દિગ્ગજ ખેલાડી OUT

0
37

દિલ્હી કેપિટલ્સ આ વખતે આઈપીએલમાં સારૂ પ્રદર્શન કરી રહી છે. શરૂઆતથી જ દિલ્હી કેપિટલ્સની વિજયકુચ જારી છે. પરંતુ દિલ્હીને જોરદાર ઝાટકો લાગ્યો છે. ટીમનો આક્રમક બેટ્સમેન અને વિકેટકિપર રિષભ પંથ થોડા દિવસ માટે આઈપીએલમાંથી બહાર થઈ ગયો છે.

રિષભ પંતના પગના સ્નાયુઓમાં ઈજા થઈ છે. આ ઈજા ગ્રેડ-એની છે. તેને આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. રિષભ પંથ સેવાઓ આગામી દસેક દિવસ સુધી મળશે નહીં. દિલ્હી ટીમ મેનેજમેન્ટ પંતને સ્થાને શિમરોન હેતમાયરને સામેલ કરી શકે છે. એવુ પણ કહેવાત છે કે, ઈજાગ્રસ્ત રિષભ પંત આખી આઈપીએલ ટુર્નામેન્ટ જ ગુમાવી શકે છે.

પંથના સ્થાને દિલ્હી કેપિટલ્સની ટીમમાં લલિત યાદવને સામેલ કરાય તેવી શક્યતા છે. આજે દિલ્હીનો મુકાબલો રાજસ્થાન રોયલ્સ સામે થશે. અગાઉની મેચમાં પણ દિલ્હી કેપિટલ્સની ટીમ પંત વિના જ રમી હતી પરંતુ તે વખતે તેમની પાસે કોઈ ભારતીય વિકલ્પ ન હતો તેથી તેમણે એલેક્સ કેરીને કીપર તરીકે સામેલ કર્યો હતો. આમ ટીમને બે આક્રમક બેટસમેનની ખોટ પડી હતી.

ઈજાગ્રસ્ત રિષભ પંતના સ્કેનનો રિપોર્ટ દિલ્હી કેપિટલ્સે BCCIની મેડિકલ ટીમને મોકલી આપ્યો છે. બોર્ડના સેન્ટ્રલ કરારબદ્ધ ખેલાડીના મામલામાં આ પ્રક્રિયાનું પાલન કરવું ફરજિયાત છે. રિપોર્ટમાં આવ્યું છે કે, પંતને ગ્રેડ-એની ઇજા છે.

લલિત યાદવ પણ ભારે આક્રમક

દિલ્હી કેપિટલ્સની ટીમ રિષભ પંતને સ્થાને દિલ્હીના જ લલિત યાદવને સ્થાન મળી શકે છે. લલિત યાદવ કીપરની સાથે સાથે આક્રમક બેટ્સમેન પણ છે. તે સૈયદ મુસ્તાક અલી ટી20માં 30થી વધારે મેચ રમી ચૂક્યો છે અને તેમાં તેનો સ્ટ્રાઇક રેટ 136થી વધુનો છે. દિલ્હીએ તેને 20 લાખ રૂપિયાની બેઝપ્રાઇસ પર ખરીદ્યો હતો. લલિત યાદવ અંડર-14 ક્રિકેટમાં 40 ઓવરની મેચમાં સદી પણ ફટકારી ચુક્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here