રાજીવ ગાંધી આવાસ યોજનાના સ્થાને હવે પ્રધાનમંત્રી એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ કોમ્પ્લેક્ષની નવી યોજનાના અમલ માટે વિવાદ

0
23

– રાજીવ ગાંધી આવાસ યોજના હેઠળ 366 મકાન બનાવીને બંધ હાલતમાં પડ્યા છે કોઈને ભાડે રહેવા આપ્યા નથી

કેન્દ્ર સરકારની રાજીવ ગાંધી આવાસ યોજનાના સ્થાને પ્રધાનમંત્રી એફોર્ડેબલ હાઉસિંગ કોમ્પ્લેક્ષ ની નવી યોજનાનો અમલ કરવાના મુદ્દે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિવાદ સર્જાયો છે.

વડોદરા શહેરમાં રોજગારી અને અભ્યાસ માટે આવતા ગરીબ શ્રમિકો શેરી ફેરીયા મજૂરો રિક્ષાચાલક કામદારો પ્રવાસીઓ તેમજ વિદ્યાર્થીઓ ને રાહત દરે ભાડેથી રહેવાની વ્યવસ્થા મળી રહે તે માટે થોડા વર્ષ પૂર્વે રાજીવ ગાંધી આવાસ યોજના નો અમલ કરવામાં આવ્યો હતો આ યોજના હેઠળ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને છાણી અને હરણી વિસ્તારમાં 366 મકાન બનાવ્યા હતા પરંતુ તે મકાન નો આજે કોઈ પ્રકારનો ઉપયોગ થતો નથી.

દરમિયાનમાં રાજીવ ગાંધી આવાસ યોજના ના સ્થાને હવે ભાજપ સરકારના રાજમાં પ્રધાનમંત્રી એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ કોમ્પ્લેક્ષ ની નવી યોજના અમલમાં મુકવામાં આવી છે જેમાં ગરીબ શ્રમિકો ફેરીયા મજૂરો રિક્ષાચાલક ઔદ્યોગિક કામદારો વિદ્યાર્થીઓ પ્રવાસી વિગેરેને મકાન ભાડેથી રહેવા માટે આપવામાં આવશે ત્યારે અગાઉ વડોદરા શહેરમાં રાજીવ ગાંધી આવાસ યોજના અંતર્ગત છાણી અને હરણી વિસ્તારમાં 366 મકાન તૈયાર કરવામાં આવ્યા છે તેમાં આજદિન સુધી કોઈ ભાડે રહેવા ગયા નથી અને મકાનો ખાલી પડી રહ્યા છે અને તે દિવસે દિવસે જર્જરિત થઇ રહ્યા હોવાનું જાણવા મળે છે.

વડોદરા શહેરમાં રાજીવ ગાંધી આવાસ યોજના મકાનનો બંધ હાલતમાં પડ્યા છે ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા નવી પ્રધાનમંત્રી એફોર્ડેબલ હાઉસિંગ કોમ્પ્લેક્ષ ની યોજનાનો અમલ કરવા કોર્પોરેશન પર ફરજ પાડવામાં આવી રહી છે. ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનનું વહીવટીતંત્ર આ યોજનાનો અમલ કરવા સંપૂર્ણપણે તૈયાર છે કેન્દ્ર સરકારની સપ્ટેમ્બર મહિનામાં આવેલી આ યોજનાને પ્રાથમિક મંજૂરી આપી છે અને આગળની કાર્યવાહી કરવા ચૂંટાયેલી પાંખ સમક્ષ આ યોજનાનો અમલ કરવા દરખાસ્ત રજૂ કરવામાં આવી છે ત્યારે ચૂંટાયેલી પાંખ આ યોજનાને મંજૂરી આપશે કે કેમ તે જોવાનું રહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here