રાજ્યમાં વધુ ત્રણ IAS અધિકારીઓની ટ્રાન્સફર, જાણો કોને ક્યાં મુકાયા..?

0
110

રાજ્યમાં વધુ એકવાર IAS અધિકારીઓની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. રાજ્યના ત્રણ IAS  અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં ડી. એ. શાહ, ભવ્ય વર્મા અને આલોકકુમાર પાંડેનો સમાવેશ થાય છે.

નોધ્ય્નીય છે કે,  ડી. એ. શાહ, આઈએએસ કે જેઓ અતિરિક્ત વિકાસ કમિશનર, ગાંધીનગર,ની સાથે  ખાસ ફરજ પરના અધિકારી તરીકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટેશન પર છે તેમને કલેક્ટર તરીકે, નર્મદા-રાજપીપળા  ખાતે બદલી કરવામાં આવી છે.

તો ભવ્ય વર્મા, આઈએએસ લેબર ડીરેક્ટર ગાંધીનગરને કચ્છ-ભુજની બદલી કરીને જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.

જયારે આલોકકુમાર પાંડે, આઈએએસ નિયામક, રોજગાર અને તાલીમ, ગાંધીનગરને  લેબર ડીરેક્ટર ગાંધીનગરનો વધારાનો હવાલો સોપવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here