રાધિકા મદાનઃ મુંબઈગરાઓની બેદરકારી બધાને જોખમમાં મૂકી દેશે

0
101

અભિનેત્રી રાધિકા મદાન મે મહિનામાં દિલ્હી ચાલી ગઈ હતી. પરંતુ ઓગસ્ટ મહિનામાં મુંબઈ પાછી આવી ગઈ. તેનું ‘શિદ્ત’નું થોડું શૂટિંગ બાકી છે તેથી મુંબઈ પાછી ફરેલી રાધિકાએ કહ્યું હતું કે મને ફરી પાછું શેપમાં આવવું હતું, આસપાસનું વાતાવરણ જોવું હતું અને તે મુજબ મારા કામનું આયોજન કરવું હતું તેથી હું એક મહિના પહેલાં જ મુંબઈ આવી ગઈ હતી. પરંતુ વર્તમાન સિનારિયો જોતાં શૂટિંગ હમણાં શરૂ થાય એવું નથી લાગતું.

જોકે રાધિકાના માતાપિતા નહોતા ઈચ્છતા કે તે હમણાં મુંબઈ આવે. પરંતુ રાધિકાએ તેમને સમજાવ્યાં હતાં કે આ ન્યુ નોર્મલ છે અને તેમણે તેની ટેવ પાડવી પડશે. અભિનેત્રી કહે છે કે મેં કેટલાંક કેમ્પેન કર્યાં તેનાથી પહેલાં મારા મનમાં પણ કોરોનાનો ડર હતો. સેટ પર સર્વત્ર સેનિટાઈઝેશન મશીનો, એક્સિમીટર જોવા મળતાં અને વારંવાર ટેમ્પરેચર ચેક થતાં. મેં મારી ટીમને છ મહિના પછી જોઈ હતી. તેમણે પીપીઈ સુટ્સ પહેર્યાં હોવાથી હું તેમને ઓળખી પણ નહોતી શકતી. હું તેમને ગળે નહોતી વળગાડી શકતી. અમે એકમેકને નમસ્તે કરતાં હું ઈચ્છું છું કે આ સમય ઝટ સમાપ્ત થાય.

રાધિકાને ત્રણ મહિના પછીનું મુંબઈ ડરામણું, એટલે કે ચિંતા ઉપજાવનારું લાગ્યું હતું. તે કહે છે કે મુંબઈનો ટ્રાફિક જોઈને હું ચોંકી ઉઠી હતી. મારું ઘર બીચ પાસે જ હોવાથી જ્યારે મેં ત્યાં સેંકડો લોકોને માસ્ક વિના અને સોશ્યલ ડિસ્ટંટિંગ જાળવ્યા વગર જ ચાલતા જોયા ત્યારે હું ડરી ગઈ હતી. હજી આપણે કોવિડ-૧૯ મહામારીમાંથી બહાર નથી આવ્યાં. આવી સ્થિતિમાં નિયમોનું છડેચોક ઉલ્લંધન કરવું કેટલું જોખમી બની રહે તે સમજી શકાય તેમ છે. મેં ઘણાં લોકોને મહામારી વિષયક નિયમો યાદ કરાવ્યા હતા.

દરમિયાન રાધિકાએ કેટલાંક પ્રોજેક્ટ સાઈન કર્યાં છે. આ પ્રોજેક્ટસ માટે તેને સઘન તાલીમ લેવી પડે તેમ છે. તેને આ તાલીમ માટે આ વર્ષનો બાકીનો સમય ફાળવી દેવો પડે તેમ છે. પરંતુ હાલના તબક્કે રાધિકા તેના વિશે એક શબ્દ પણ બોલવા તૈયાર નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here