રાની મુખરજી અને સૈફની બંટી ર બબલી-૨ની રિલીઝ માટે તૈયારી શરૂ

0
53

જે ફિલ્મની ઘણા વખતથી રાહ જોવાતી હતી, એ ફિલ્મ બંટી ર બબલી ૨ની સ્ટારકાસ્ટ સૈફ અલી ખાન, રાની મુખરજી, સિદ્ધાંત ચતુર્વેદી અને શર્વરીએ ફિલ્મનું ડબિંગ પૂરું કર્યું છે. હવે આ ફિલ્મ રિલીઝ થવા તૈયાર થઈ ગઈ છે. મળતી જાણકારી મુજબ યશરાજ ફિલ્મ્સે ફિલ્મની રિલીઝ તારીખ નક્કી કરવા માટે ચર્ચા શરૂ કરી છે.   આ ફિલ્મમાં શાતિર ઠગો તરીકે એક નવું યુગલ દેખાશે. ફિલ્મ ગલીબોયમાં એમસી શેરનું પાત્ર ભજવનાર અભિનેતા સિદ્ધાંત ચતુર્વેદી આ ફિલ્મમાં નવા જમાનાના બંટીની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં એક નવી હીરોઇન પણ પ્રવેશ કરી રહી છે. શર્વરી નામની અભિનેત્રી બબલીના પાત્રમાં જોવા મળશે. સૈફ અલી ખાન અને રાની મુખરજી ફિલ્મમાં જૂના બંટી ર બબલીની ભૂમિકામાં જોવા મળશે. સૈફ અલી ખાન ફિલ્મમાં અભિષેક બચ્ચનનું સ્થાન લેશે.

ગયા શિડયૂઅલમાં સ્ટાર કાસ્ટે કોરોના વાઇરસની મહામારીની વચ્ચે સુરક્ષિત રીતે ફિલ્મની શૂટિંગ પૂરું કર્યંે હતું. એ વખતે ટીમે ફિલ્મ માટે એક મનોરંજક ગીત શૂટ કરાયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here