રાશિફળ / આ રાશિને વ્યવસાયમાં નવી તક સાથે મળશે ધનનું સુખ પણ, જાણો રવિવારનું રાશિફળ

0
141

રવિવાર અને રજાનો દિવસ અનેક રાશિ માટે ફળદાયી છે. આજનો શુભ અંક 4 છે અને શુભ રંગ લાલ અને નારંગી છે. આજે શાલિગ્રામની તુલસીદળ સાથે પૂજા લાભદાયી રહેશે. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર સાથે નાના માણસનું દિલ ના દુભાય તેની કાળજી રાખવી. ભગવાનને સ્વાદિષ્ટ મેવા મિઠાઈનો ભોગ ધરાવી પ્રસાદ વહેંચવાથી લાભ થશે. તો જાણો તમામ રાશિનું રાશિફળ.

મેષ  (અ.લ.ઇ.) 

તબીયત બાબતે કાળજી રાખવી. કામકાજમાં સાવધાની રાખવી. પારિવારિક જવાબદારીમાં વધારો થશે.  વિઘ્નસંતોષીઓ કામમાં નુક્સાન કરશે.

વૃષભ (બ.વ.ઉ.)

આવકના પ્રમાણમા ખર્ચાઓ વધશે. કોઇપણ કામમાં અટવાયેલા રહેશો.  ધંધાકિય બાબતોમાં નવી તકો મળશે.  માનસિક શાંતિ જણાશે અને આનંદમાં રહેશો. 

મિથુન  (ક.છ.ઘ.) 

મહેનતનુ સારુ ફળ મળશે. મનોકામના પૂર્તિ માટે સમય સારો છે.  કોઇપણ રોકાણમાં શાંતિ રાખવી.  જીવનસાથી અને સંતાનોનો ભરપુર સહયોગ મળશે. 

કર્ક  (ડ.હ.) 

વડીલો દ્વારા આશિર્વાદ મળશે. નજીકના સબંધીથી સહયોગ મળશે.  ધંધામાં સારી આવક પ્રાપ્ત થશે.  નવુ કામ કરવાના યોગ સારા બને છે.

સિંહ  (મ.ટ.) 

ભાગ્યોદય માટે ઉજળી તકો મળશે.  ઉતાવળ કરશો તો નુક્સાન થશે. સંતાનો સાથે મતભેદ રહેશે. મુસાફરીના યોગો બને છે. 

કન્યા  (પ.ઠ.ણ.) 

આપની શીથીલતા નુક્સાન કરાવશે. રોકાણમાં કાળજી રાખી કામ કરવુ.સ્નેહીજનોના આશિર્વાદથી કામ સુધરશે.  કામકાજમાં મહેનત વધુ રહેશે.

તુલા   (ર.ત.) 

ભાગીદારીવાળા કામથી લાભ થશે. વેપારીઓ સાથેના સબંધોથી લાભ થશે. વહેવારના કામમાં ચોખ્ખુ રહેવુ. લેવડ દેવડમા કાળજીથી કામ લેવુ. 

વૃશ્ચિક (ન.ય.) 

શેરબજારમાં સારા લાભની સંભાવના છે.  વ્યવસાયમાં નવી તકો મળે તો લાભ થાય.  ધંધાકિય પ્રવાસના યોગ બને છે. પરિવારમાં તનાવ કે માનસિક અશાંતિ રહેશે.

ધન  (ભ.ધ.ફ.ઢ.)

વ્યવસાયમાં નવા અવસર મળશે. સમય આપને અનુકુળ બનશે.  કામકાજની કદર થશે. શત્રુપક્ષથી સાવધાની રાખવી. 

મકર  (ખ.જ.) 

જીવનસાથીના સબંધોને મધુર બનાવો. નાના મોટા પ્રવાસથી સંભાવના છે.ખોટા ખર્ચાઓ ઉપર કાબુ રાખવો. કોઇ શુભ સમાચાર મળશે.

કુંભ  (ગ.શ.ષ.સ.) 

પસંદગીના કામમા આનંદ મળશે. પરિવારજનોથી ઉત્તમ લાભ થશે. નોકરીયાતને કાર્યોમાં સહયોગ મળશે.  માનસિક શાંતિનો અનુભવ થશે. 

મીન  (દ.ચ.ઝ.થ.) 

ધનનુ સારુ સુખ મળશે. પરિવારમાં તનાવ રહેશે. નાનામોટા રોકાણમાં લાભ થશે.  માલ મિલકતને લગતા કામમાં ફાયદો થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here