રાહત / ફક્ત 50 રૂપિયામાં MRI સ્કેન, સૌથી સસ્તી ટેસ્ટિંગ ફેસિલિટી ડિસેમ્બરથી શરુ

0
105

દેશની સૌથી સસ્તી નિદાન સુવિધા ગુરુદ્વારા બંગલા સાહિબ દિલ્હીમાં શરુ થઈ જશે. અહીં એક MRIની કિંમત ફક્ત 50 રૂપિયા હશે.

આ માહિતી દિલ્હી શીખ ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટીએ આપી છે. અહીંની ગુરુ હરકિશન હોસ્પિટલમાં ડાયાલિસીસ સેન્ટર પણ ખોલવામાં આવશે જે આવતા અઠવાડિયાથી શરુ થઇ જશે. અહીં ફક્ત 600 રૂપિયામાં ડાયાલિસીસ કરવામાં આવશે. 

આ માટેના નિદાનના 6 કરોડ રૂપિયાના મશીનો હોસ્પિટલને દાનમાં આપવામાં આવશે. આ મશીનમાં ડાયાલિસીસના 4 મશીનો, અલ્ટ્રાસાઉન્ડના મશીનો, એક્સ રે, MRI જેવા મશીનોનો સમાવેશ થશે. 

નોંધનીય છે કે સામાન્ય રીતે મેગ્નેટિક રેઝોનન્સ સર્વિસીસ (MRI)નો ખર્ચ 800 રૂપિયા થાય છે. આ ઉપરાંત કોણ જરૂરિયાતમંદો છે તેની નક્કી કરવા માટે એક ડોકટરોની કમિટી બેસાડવામાં આવશે. ખાનગી લેબમાં MRIનો ખર્ચ 2500 રૂપિયા હોય છે. 

ઓછી આવક ધરાવતા લોકો ફક્ત 150 રૂપિયામાં એક્સ રે અને અલ્ટ્રા સાઉન્ડ નિદાન કરાવી શકશે. આ નિદાન સુવિધાઓ અને મશીન્સ ડિસેમ્બરના પહેલા સપ્તાહથી ઓપરેટ થઇ શકશે. આ દેશની સૌથી સસ્તી નિદાન સુવિધા હશે.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here