રાહુલ ગાંધી પર આ રાજ્ય એ મૂકી દીધો ‘પ્રતિબંધ’, ટ્રેકટર રેલીની ઘસીને પાડી દીધી ના

0
75


રાહુલ ગાંધી આજે પંજાબના મોગામાં કૃષિ કાયદાના વિરોધમાં પંજાબના મોગામાં ટ્રેકટર રેલીનું નેતૃત્વ કરવાના છે. તેઓ જાતે ટ્રેકટર ચલાવશે. રાહુલ ગાંધીની ટ્રેકટર રેલીનું સમાપન હરિયાણામાં થશે. તેઓ કુરુક્ષેત્રમાં રોકાવા માંગે છે પરંતુ હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજનું કહેવું છે કે તેઓ રાહુલ ગાંધીની ટ્રેકટર રેલીને રાજ્યમાં ઘૂસવાની મંજૂરી આપશે નહીં.

હરિયાણાના પૂર્વ કૃષિ મંત્રી અને રાજ્ય ભાજપના અધ્યક્ષ ઓપી ધનખડે એ કહ્યું છે કે જો રાહુલ ગાંધી રાજ્યમાં ટ્રેકટર રેલી કરવા માંગે છે તો તેમને રોબર્ટ વાડ્રાને સાથે લઇને આવવું જોઇએ.

બીજીબાજુ શિરોમણિ અકાલી દળ એ રાહુલ ગાંધીને બે પ્રશ્ન પૂછયા છે. પહેલો જ્યારે લોકસભામાં કૃષિ સાથે જોડાયેલા ત્રણ બિલો મૂકવામાં આવ્યા હતા ત્યારે ગેરહાજર કેમ હતા? બીજું કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોમાં પરંપરાગત કૃષિ ઉપજ વિપણન સમિતિ (APMC)માંથી દૂર હટાવાની વાત કેમ હતી?

આપને જણાવી દઇએ કે કોંગ્રેસ પાર્ટી આજે પંજાબના મોગા જિલ્લાથી ‘ખેતી બચાવો’ અભિયાન શરૂ કરવા જઇ રહ્યા છે. આ ત્રણ દિવસના અભિયાનનું નેતૃત્વ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કરશે. આ અભિયાન દરમ્યાન રાહુલ ગાંધી ખુદ ટ્રેકટર ચલાવશે અને ગામડામાં ખેડૂતોને મળશે.

આ ટ્રેકટર રેલીમાં લગભગ ત્રણ હજાર ખેડૂત ભાગ લઇ રહ્યા છે. ત્રણ દિવસના પંજાબ પ્રવાસનો પહેલો દિવસ રાહુલ ગાંધી મોગા જિલ્લામાં રહેશે. ખેડૂતો દ્વારા ગામ લાપોન અને ચકર ગામમાં રાહુલનું સ્વાગત કરશે. એક બીજા સ્વાગત સમારંભનું આયોજન માનોકે ગામમાં કરાશે. અભિયાનનું સમાપન લુધિયાનાના જટપુરામાં એક જાહેર બેઠકની સાથે થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here