રાહુલ ગાંધી માટે ખતરો બની શકે તેમ નહીં હોવાથી મનમોહનસિંહની પીએમ તરીકે પસંદગી થઈ હતીઃ ઓબામા

0
72

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની આત્મકથા ધ પ્રોમિસ લેન્ડ ભારતમાં પણ ખાસી ચર્ચા જગાવી રહી છે.

બરાક ઓબામાએ માત્ર રાહુલ ગાંધી માટે જ નહી પણ તેમના માતા સોનિયા ગાંધી માટે પણ અસહજ સ્થિતિ ઉભી કરી છે.પોતાના પુસ્તકમાં ઓબામાએ રાહુલ ગાંધીને એક નવર્સ નેતા તો ગણાવ્યા છે પણ સાથે સાથે ઓબામાએ લખ્યુ છે, સોનિયા ગાંધીએ મનમોહનસિંહને એટલે વડાપ્રધાન બનાવ્યા હતા કે તેમને મનમોહનથી કોઈ ખતરો નહોતો,મનમોહન સિંહની પસંદગી સોનિયા ગાંધીએ સમજી વિચારીને કરી હતી.

ઓબામાએ પુસ્તકમાં લખ્યુ છે કે, એક નહી પણ સંખ્યાબંધ રાજકીય નિષ્ણાતોનુ માનવુ છે કે, સોનિયા ગાંધીએ મનમોહનસિંહની પસંદગી એટલા માટે કરી હતી કે, રાજકીય આધાર વગરના મનમોહનસિંહ પર પીએમ પદ માટે એટલે પસંદગી ઉતારી હતી કે, તે 48 વર્ષીય રાહુલ ગાંધી માટે કોઈ ખતરો બની શકે તેમ નહોતા.

ઓબામાએ પૂર્વ પીએમ મનમોહનસિંહના નિવાસ સ્થાન પર યોજાયેલી ડીનર પાર્ટીનો પણ ઉલ્લેખ કરતા કહ્યુ હતુ કે, સોનિયા ગાંધી બહુ સાચવીને બોલી રહ્યા હતા અને પોલિસી મેટર પર જો કોઈ અલગ વિચાર હોય તો તે બહુ સાવધાની પૂર્વક મનમોહનસિંહ સમક્ષ આ વિચાર મુકતા હતા. સોનિયા ગાંધી ધારદાર બુધ્ધિ ધરાવતા નેતા છે તેવુ હું સમજી ગયો હતો.રાહુલ ગાંધી તેમના માતા જેવા જ સુંદર અને જોશીલા દેખાતા હતા.તેમણે મારા 2008ના ચૂંટણી પ્રચાર અંગે પણ ચર્ચા કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here