રિશી કપૂરના નિધનના છ મહિના પછી નીતુ કપૂર કામ પર ચડી

0
69

 -પહેલા જ દિવસે આવી રિશીની યાદ

રિસી કપૂરના નિધનના છ મહિના પછી નીતુ કપૂર કામે લાગી ગઇ છે.તેને પહેલા જ દિવસે રિશીની યાદ આવી ગઇ હતી. 

નીતુએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને શેર કર્યું હતુ કે, તે રાજ મહેતાની ફિલ્મ જુગ જુગ જિયોના શૂટિંગ માટે ચંદીગઢ પહોંચી ગઇ છે. આ પહેલા તેણે એક તસવીર શેર કરીને લખ્યું હતું કે, મુશ્કેલ દિવસો પછીની મારી આ પ્રથમ વિમાનયાત્રા છે. રિશી સાહેબ, હુ ંજાણું છું કે, તમે મારો હાથ પકડવા સદેહે હાજર નથી પરંતુ તમે મારી સાથે જ છો. 

નીતુએ એમ પણ કહ્યું હતુ ંકે, તેના સંતાનો રણબીર અને રિદ્ધિમા તેને સંભાળી રહ્યા છે. તેનો સપોર્ટ બની રહ્યા છે, તેમજ કામ પર જવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. આ માટે તેણે પોતાના સંતાનનો પણ આભાર માન્યો હતો. 

ઉલ્લેખનીય છે કે, નીતુ કપૂર, રાજ મહેતાની ફિલ્મમાં વરુણ ધવનની માતાની ભૂમિકા ભજવી રહી છે. આ ફિલ્મ એક હળવી કોમેડી છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here