રોપ-વેમાં ગયા એટલાં લોકો પગથીયાં ચડી ગિરનાર પર પહોંચ્યા

0
63

રોપ-વેના વધુ ભાવના લીધે સામાન્ય લોકોએ પગથીયા જ પસંદ કર્યા

– રોપ-વેમાં પાણીની બોટલ ન લઇ જવા દેવાતી હોવાની ફરિયાદ, તો ત્યાં અપર સ્ટેશને પાણીની વ્યવસ્થા કરાઇ હોવાનો
દિવાળીની રજાઓ નિમિત્તે જૂનાગઢ સહિતના ફરવા લાયક સ્થળોએ લોકો ઉમટી પડયાહતા. આજે ભવનાથમાં થઇ જેટલા લોકો રોપ-વેમાં ગયા હતા. તેટલા લોકો પગથીયા ચડી અંબાજી મંદિર તથા  દતાત્રેય સુધી પહોંચ્યા હતા. રોપ-વેમાં પાણીની બોટલ ન થઇ જવા દેવાતી હોવાની લોકોમાંથી ફરિયાદ ઉઠી હતી. તો રોપ-વેના મેનેજરે અપર સ્ટેશન પર પાણીની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. 

કોરોના કાળમાં ઘરમાં રહી કંટાળી ગયેલા લોકો દિવાળીની રજાઓમાં કોરોનાની ચિંતા મુકી ફરવા લાયક સ્થળોએ ઉમટી પડયા છે. રજાઓ નિમિત્તે આજે જૂનાગઢના ભવનાથ, સક્કરબાગ ખાતે ભીડ જોવા મળી હતી.  આજે ભવનાથ તળેટીમાં રોપ-વેમાં જવા માટે ભીડ રહી હતી. રોપ-વેમાં જેટલા લોકો ગયા હતા. તેટલા અથવા તેથી વધુ પગથીયા ચડી ગિરનાર પર અંબાજી મંદિર અને દતાત્રેયસુધી પહોંચ્યા હતા. રોપ-વેના વધુ ભાવના લીધે સામાન્ય લોકોએ પગથીયા જ પસંદ કર્યા હતા. 

રોપ-વેમાં જતા લોકોને પાણીની બોટલ સાથે લઇ જવા દેવામાં આવતી ન હોવાની ફરિયાદ ઉઠી હતી. પરંતુ રોપ-વેના મેનેજરે જણાવ્યું હતું કે, પ્લાસ્ટીકની બોટલ ટ્રોલીમાંથી કોઇ ફેંકે નહીં તે માટે બોટલ લઇ જવા દેવાતી નથી. અપર સ્ટેશન ખાતે પાણીની વ્યવસ્થા કરાઇ છે.  ગિરનાર અભયારણ્યનો પ્લાસ્ટીક ઝોનમાં છે. પ્લાસ્ટીકની બોટલ ન લઇ જવા દેવામાં આવે તે સમજી શકાવ છે. પરંતુ  સ્ટીલની બોટલ પણ  ન લઇ જવા દેવાતા પ્રવાસીઓમાં રોષ ફેલાયો હતો. 

ભવનાથમાં આજે પર્યટકોના ધસારાના લીધે પાર્કિંગને લઇને અવ્યવસ્થા થઇ હતી. અને ગમે ત્યાં વાહન પાર્ક કરાતા પોલીસ ધંધે લાગી હતી.  જ્યારે જૂનાગઢના સક્કરબાગ ખાતે ગઇકાલે ત્રણ હજારથી વધુ મુલાકાતીઓ આવ્યા હતા. જ્યારે આજે સવારે બે કલાકમાં ૬૦૦ થી વધુ લોકોએ સક્કરબાગની મુલાકાત લીધી હતી. 

આ ઉપરાંત સાસણ, સોમનાથ, દીવ તરફ જતા વાહનોનો રોડ પર ટ્રાફીક રહ્યો હતો. સાસણ આસપાસ હોટલોમાં તેમજ સિંહ દર્શનની પરમીટ તા. ૧૮ સુધી ફુલ હ હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ દર વર્ષે સાસણમાં પ્રવાસીઓનો જે ધસારો હોય છે. તે આ વર્ષે કોરોનાના કારણે ઓછો છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here