લંડનમાં વિનલ પટેલે યોજ્યા અનોખા લગ્ન, દુનિયાભરમાં થઈ રહી છે ચર્ચા

  0
  25

  બ્રિટનમાં એક ભારતીય પરિવારે કોવિડ-૧૯ સામે રક્ષણ કરવા સાથે ડ્રાઈવ-ઇન લગ્ન પાર પાડયાં છે. તાજેતરમાં આ આગવાં લગ્ન સમારોહમાં હાજરી આપવા વિવિધ કાર્સમાં આવેલા મહેમાનોને ટેસ્ટી સ્નેક્સના હેમ્પર અને સુરક્ષાની સૂચનાઓ સાથે આવકારાયા હતા. આશરે ૧૫ વ્યક્તિઓની મર્યાદા સામે પરિવાર અને મિત્રોને લગ્નમાં સામેલ કરવા કન્યા રોમા પોપટ અને વર વિનલ પટેલના પરિવારે ૫૦૦ એકરમાં પથરાયેલા એસેક્સ એસ્ટેટમાં આયોજન કર્યું હતું.

  આમંત્રિત મહેમાનોએ ઓડિ, રેન્જ રોવર્સ અને લેમ્બોર્ગીનીમાં બેસીને લગ્નની વિધિમાં હાજરી આપી હતી. લગ્નવિધિ પૂર્ણ થયા બાદ કાર્સમાંથી હોર્નના નાદથી સમગ્ર વાતાવરણ ગુંજી ઊઠયું હતું. પછી નવદંપતીએ એક ગોલ્ફ કાર્ટમાં બેસીને દરેકેદરેક કાર પાસે જઈ આમંત્રિત મહેમાનોની શુભેચ્છા અને આશીર્વાદ મેળવ્યા હતા. સમગ્ર પ્રસંગ દરમિયાન મહેમાનો કારમાં બેસી રહ્યા હતા. હિન્દુ વિધિ પ્રમાણે ચાર કલાક સુધી ચાલેલા લગ્ન દરમિયાન આમંત્રિત મહેમાનોએ નક્કી કરેલી વેબસાઇટ્સ પરથી ભોજનનો ઓર્ડર આપ્યો હતો અને તેને વેઇટર્સ દ્વારા સર્વ કરાયોે હતો. મહેમાનોને ટોઇલેટનો ઉપયોગ કરવા માટે જ કારમાંથી બહાર નીકળવાની મંજૂરી અપાઈ હતી.

  [WP-STORY]

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here